ગ્રીષ્મા હત્યા બાદ એક્શનમાં પોલીસ / સુરતમાં પોલીસની કોમ્બિંગ ડ્રાઇવમાં તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવાં ઘાતક હથિયારો મળ્યાં, જુઓ આટલા લોકોને ઝપેટમાં લીધા અને આટલી મોટી સંખ્યામાં કપલ બોક્સ પણ ઝડપાયા

ટોપ ન્યૂઝ સુરત

લિંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાં સૌથી વધુ હથિયારો મળ્યાં

સુરતમાં ગત શનિવારે ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ ઘાતકી હત્યા કરી હતી. આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, જેથી સુરત પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા હતા, આથી પોલીસ દ્વારા સુરત શહેરમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ લોકો અને વાહનોને પોલીસ તપાસ હતા, જેમાંથી પોલીસને તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવાં ઘાતક હથિયારો મળ્યાં હતાં, જેથી 402થી વધુ લોકો સામે પોલીસે કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાંથી તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવાં પ્રાણઘાતક હથિયારો મળી આવતાં પોલીસ ચોકી ગઈ છે. લિંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાંથી 402 લોકો પાસેથી પોલીસ દ્વારા હથિયાર જપ્ત કરવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ વિરુદ્ધ 135 કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

અજય તોમર (પોલીસ કમિશનર સુરત) એ જણાવ્યું હતું કે સુરત એક શાંત શહેર છે, પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો અને ગુંડાઓ માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે-તે પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત આખો સ્ટાફ ફૂટ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ, PCR પેટ્રોલિંગ સધન બનાવવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન બે અઠવાડિયાંમાં 13599 વાહન ચેક કરવામાં આવ્યાં છે. હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુઓ લઈને ફરી રહેલા સામે 402 કેસ કરવામાં આવ્યા, ચેકિંગ દરમિયાન 217000 જપ્ત કરાઈ, 107 અને 151 મુજબ 475 વિરુદ્ધ પગલાં ભરાયાં, રાત્રે કોઈપણ કારણ વગર બીજા વિસ્તારમાં રખડતા હોય કે શંકાસ્પદ લાગે એવા 518 સામે પગલાં લેવામાં આવ્યાં. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી 93 રેમ્બો છરા અને તીક્ષ્ણ હથિયારો રિકવર કરાયાં, 475 દારૂ પીધેલાના કેસ કરાયા, 79 કપલ બોક્સ બંધ કરાવાયાં, બીજાને સૂચના મુજબ કઢાવવામાં આવ્યા, 188 મુજબ જાહેરનામાના ભગ બદલ 117 કેસ કરાયા, 495 પાનના ગલ્લા ચેક કરાયા, 49 ગેરકાયદે બંધ કરવામાં આવ્યા, મોડી રાત્રે રોડ સાઇડ પર શંકાસ્પદ રીતે ભેગા થતાં 86 ધાબા ચેક કરાયા, ચરસ-ગાજાનું સેવન કરતા હોય એવા 441 લારી-ગલ્લા બંધ કરાવાયા છે. પોલીસ હજી સતત પેટ્રોલિંગમાં જોડાય છે અને આવા અસામાજિકતત્ત્વો સામે પગલાં ભરવા કટિબંધ છે.

સુરત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ
શહેરને અશાંત બનાવનારાઓ સામે સુરત પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. એટલું જ નહિ, પણ તમામ પોલીસ અધિકારીઓ, જે-તે પોલીસ સ્ટેશનના પીઆઇથી લઈ તમામ કર્મચારીઓને અલગ અલગ ડ્રાઈવ કરવા સૂચના અપાઇ છે. તો બીજી બાજુ પોલીસ કમિશનર પોતે સાઇકલ ડ્રાઈવ કરી રહ્યા છે. એક અઠવાડિયાથી શરૂ કરેલી ઝુંબેશમાં અનેક ઘાતક હથિયારો મળી આવ્યાં છે, સાથે સાથે અનેક શકાસ્પદ લોકો સામે પગલાં ભરવામાં આવ્યાં છે. શાંત સુરતને અશાંત બનાવનારાઓ સામે જ આ ડ્રાઈવ હોવાનું પોલીસ કહી રહી છે. પોલીસની આ ડ્રાઈવથી છેલ્લા 24માં કોઈ મોટી ઘટના ન બની હોવાનું જીવતું ઉદાહરણ સામે આવ્યું છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/19/07-surat-hatiyar-pankaj-shailesh_1645268281/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *