દિવાળીના દિવસોમાં બદલાશે સુરતની ‘સુરત’ / દિવાળીના દિવસોમાં સુરતીઓ આટલા કરોડનું ભાડું લાઈટીંગ માટે ચૂકવશે

ટોપ ન્યૂઝ સુરત

ગુજરાતીઓ વિશે એમ કહેવાય છેકે, અહીંની પ્રજાએ ઉજવણીમાં માને છે, અહીંની પ્રજાએ ઉત્સવપ્રેમી છે. અહીં ઉત્તરાયણ હોય કે હોળી, નવરાત્રી હોય કે દિવાળી દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એમાંય વાત જ્યારે સુરતીલાલાઓની હોય તો પછી કહેવું જ શું. સુરતીલાલાઓ દરેક તહેવારને ખુબ જ ઉમળકાભેર ઉજવે છે. ત્યારે આ વખતની દિવાળીની ઉજવણીને લઈને પણ સુરતવાસીઓએ ખાસ તૈયારીઓ કરી છે.

દિવાળીના તહેવારને લઈને શહેર આ વર્ષે પણ કલાત્મક અને રંગબેરંગી રોશનીઓથી ઝગમગી ઊઠશે, જેને લઈને ટેક્સટાઈલ માર્કેટ, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઈટિંગથી સજાવવા અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપી દેવાયા છે. 10 દિવસમાં લાઈટિંગ માટે સુરતીઓ 70 કરોડ ભાડું ચૂકવશે. ગમે તેટલો ખર્ચો થાય પણ સુરતીલાલાઓ તહેવારોની ઉજવણી ધામધૂમથી જ કરવામાં માને છે.

આ સાથે જ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લાઈટિંગ બિઝનેસમાં 80 ટકા ગ્રોથ હોવાનું લાઈટિંગ એજન્સીના ઓનરો કહી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને એલઈડી લાઈટ, પામ લાઈટ અને સિરીઝની સારી માગ છે, પરંતુ થીમ બેઈઝ્ડ લાઈટિંગની સૌથી વધારે ડિમાન્ડ હોવાનું જાણવા મળ્યું છે.

પાલિકા 22 બ્રિજ, 4 જંકશનો પર રોશની કરશે
આ વર્ષે પાલિકા દિવાળી, નવું વર્ષ અને ભાઇબીજ એમ 3 દિવસ શહેરના 22 બ્રિજ તથા 4 મોટાં જંક્શનો પર રોશની કરશે, જેમાં19.75 લાખનો ખર્ચ થશે. 4 જંકશનોમાં મજૂરાગેટ, સોશિયો સર્કલ, સોના હોટલ સર્કલ તથા રેલવે સ્ટેશન સર્કલનો સમાવેશ થાય છે. લાઇટિંગ પાછળ સૌથી વધુ કેબલ સ્ટેઇડ બ્રિજ, વરાછા ફલાય ઓ‌વર અને રિંગ રોડ બ્રિજ પર અનુક્રમે 2.02 લાખ, 1.76 લાખ અને 1.37 લાખના ખર્ચે રોશની કરવામાં આવશે.

દિવાળીનો તહેવાર એટલે ખુશીઓનો તહેવાર. આવનારા દિવસોમાં દિવાળી(Diwali 2021)નો તહેવાર આવી રહ્યો છે. લોકોમાં અત્યારથી જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યના તમામ શહેરોમાં ધૂમધામથી તૈયારીઓ શરુ થઇ ગઈ છે. આપણને સૌને ખબર છે કે દિવાળીના દિવસો પર સુરતની સુરત જ કઈક અલગ હોય છે.

સુરત શહેર દિવાળીના તહેવારને લઈને આ વર્ષે પણ કલાત્મક અને રંગબેરંગી રોશનીઓથી ઝળહળી ઊઠશે અને જેને લઈને ટેક્સટાઈલ માર્કેટ, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઈટિંગથી સજાવી દેવા માટે અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, 10 દિવસમાં લાઈટિંગ માટે સુરતીઓ 70 કરોડ રૂપિયા સુધીનું ભાડું ચૂકવશે.

આ સાથે જ ગયા વર્ષની સરખામણી કરવામાં આવે તો આ વર્ષે લાઈટિંગ બિઝનેસમાં 80 ટકા ગ્રોથ હોવાનું લાઈટિંગ એજન્સીના ઓનરો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ વર્ષે ખાસ કરીને એલઈડી લાઈટ, પામ લાઈટ અને સિરીઝની સારી માગ બજારમાં જોવા મળી રહી છે, પરંતુ મળતી માહિતી અનુસાર આ દિવાળી પર થીમ બેઈઝ્ડ લાઈટિંગની સૌથી વધારે ડિમાન્ડ હોવાનું જાણવા મળ્યું છે.

સુરતની મહાનગરપાલિકા શહેરને કરશે ઝળહળતુ
આ વર્ષે સુરત મહાનગરપાલિકા દિવાળી, નવું વર્ષ અને ભાઇબીજ એમ 3 દિવસ સુરત શહેરના 22 બ્રિજ તથા 4 મોટાં જંક્શનો પર રોશનીથી ઝળહળી ઉઠશે, જેમાં 19.75 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થશે. શહેરના 4 જંકશનોમાં મજૂરાગેટ, સોશિયો સર્કલ, સોના હોટલ સર્કલ તથા રેલવે સ્ટેશન સર્કલનો સમાવેશ થાય છે. શહેરના લાઇટિંગ પાછળ સૌથી વધુ કેબલ સ્ટેઇડ બ્રિજ, વરાછા ફલાય ઓ‌વર અને રિંગ રોડ બ્રિજ પર અનુક્રમે 2.02 લાખ રૂપિયા, 1.76 લાખ અને 1.37 લાખના ખર્ચે સુરતને ઝગમગતું કરવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.