શહેરમાંથી ફરી એક વખત મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. સરખેજ પોલીસ એ ચોક્કસ હકીકત આધારે એક પેડલર ને 31 ગ્રામના MD ડ્રગ્સના જથ્થા સાથે જુહાપુરાના અંબર ટાવર પાસેથી પકડી પાડ્યો છે. જોકે પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો નશો કરવાની સાથે ડ્રગ્સની નાની પડીકી ઓ બનાવી વેચતો હોવાનું સામે આવ્યું છે.
હાલ આ કેસમાં પોલીસે ડ્રગ્સ ખરીદનાર શોધખોળ હાથ ધરી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સરખેજ પોલીસ કસ્ટડીમાં રહેલા ડ્રગ્સ પેડલર મુખત્યાર હુસેન ધોરી એમડી ડ્રગ્સની છૂટક વેચાણ કરતો પકડાયો છે. આરોપી મુખત્યાર હુસેન જુહાપુરાનો રહેવાસી છે અને ડ્રગ્સનો નશો કરવાનો બંધાણી છે.
સાથે જ એક-એક ગ્રામની ડ્રગ્સની પડીકીઓ બનાવી ડ્રગ્સ નશો કરનાર છૂટક વેચે છે. સરખેજ પોલીસે મોડી રાત્રે બાતમી મળી હતી કે ડ્રગ્સનો જથ્થો લઈ એક શખ્સ ટુ-વ્હીલરમાં હેરાફેરી કરી છૂટક ડ્રગ્સ વેચી રહ્યો છે જેના આધારે જુહાપુરા અંબર ટાવર પાસે એક્ટિવા ચાલક તપાસ કરતા આરોપી મુખત્યાર હુસેન પાસેથી 31.140 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું જેની કિંમત 3 લાખ રૂપિયા થાય છે.
જે ડ્રગ્સ નાની નાની પડીકીઓ બનેલી હતી. ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપી મુખત્યાર હુસેન પોલીસને ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે. પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી દર અઠવાડિયે 10 -10 ગ્રામ જેટલું એમ.ડી ડ્રગ્સ ખરીદતો હતો જે બાદ છૂટકમાં ડ્રગ્સ વેચતા હતા. જે ડ્રગ્સ જુહાપુરા, દાણીલીમડા, જમાલપુર સહિતના વિસ્તારમાં છૂટક વેચતો હતો.
સાથે જ પોતે પણ નશો કરતો હતો અને છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. જેથી ડ્રગ્સનો જથ્થો કોની પાસે ખરીદતો હતો જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે. બીજી બાજુ ડ્રગ્સ સિન્ડિકેટમાં હજી પણ કેટલાક પેડલર અમદાવાદમાં જ ડ્રગ્સનું વેચાણ કરતા હોય તેવા કિસ્સાઓ જોવા મળતા જે દિશા તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!