શિક્ષણના ધામમાં ધમાલ: ક્યાંક પેપર ચેકિંગમાં છબરડો, તો ક્યાંક ભરતી કૌભાંડનો આક્ષેપ; એક જ દિવસમાં અમદાવાદ, સુરત અને વડોદરાની યુનિવર્સિટીઓમાં હોબાળો
- સુરતમાં પેપર ચેકિંગમાં છબરડાથી વિરોધ
- વડોદરામાં ભરતીમાં કૌભાંડના આક્ષેપ સાથે સેનેટ સભ્યોએ સભામાં હોબાળો કર્યો
- અમદાવાદમાં ગુજરાત યુનિ.માં સિન્ડિકેટની બેઠકમાં NSUIના આગેવાનો ઘુસી ગયા
ગુજરાતમાં એક જ દિવસે અમદાવાદ, સુરત તથા વડોદરાની યુનિવર્સિટીઓમાં હોબાળો અને વિરોધની ઘટનાઓ બની છે. ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી તથા સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં NSUI, સેનેટ સભ્યો તથા આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ભરતીમાં કૌભાંડ, એડમિશનની બેઠક વધારવા તથા પેપર ચેકિંગમાં ગોટાળાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો.
સુરતમાં પેપર ચેકિંગમાં છબરડાથી વિરોધ
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS દ્વારા ઉગ્ર રીતે માગણી કરીને હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રી-એસેસમેન્ટને લઈને થયેલા છબરડાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક વિદ્યાર્થીને 8 વિષયોમાં નાપાસ કરવામાં આવ્યો હતો. જ્યારે તેણે રી-એસેસમેન્ટ કરાયું તો તે તમામ વિષયની અંદર પાસ થયો હતો. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ માટે શરમજનક બાબત એ છે કે, નાની સરખી ક્યારેક કોઈ ભૂલ માનવ સહજ રીતે થઈ જાય એ સ્વીકારી શકાય. આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરીક્ષા વિભાગની મોટી બેદરકારી છે, અને સંબંધિત વ્યક્તિની સામે તાત્કાલિક અસરથી પગલા લેવા જોઈએ. CYSS દ્વારા આજે સમગ્ર યુનિવર્સિટીને માથે લેવામાં આવી હતી. કાર્યકરોએ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં એકત્રીત થઈને વાઇસ ચાન્સેલર અને રજીસ્ટારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગુજરાત યુનિ.માં સિન્ડીકેટ બેઠકમાં NSUIનો હોબાળો
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડીકેટ સભ્યોની બેઠક ચાલી રહી હતી. ત્યારે ચાલુ બેઠકમાં NSUIના આગેવાનોએ પહોંચીને હોબાળો કર્યો હતો. બેઠક દરમિયાન NSUIના આગેવાનો પોતાની રજૂઆત લઈને ગયા હતા જે રજૂઆત સીન્ડીકેટ બેઠકમાં હોબાળો કરીને NSUIએ રજુ કરી હતી. ચાલુ સિન્ડીકેટ બેઠકમાં વિરોધ સાથે ગ્રાન્ટેડ કોલેજમાં સીટ વધારવા માંગણી કરી હતી. ઉપરાંત NSUI દ્વારા હોસ્ટેલ રીનોવેશનના કારણે તોડી હોવાથી વિદ્યાર્થીઓને ગેસ્ટ હાઉસમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. તમામ માંગણી ના સ્વીકારવામાં આવે તો અગામી દિવસમાં ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
એમ.એસ યુનિ.માં ભરતીમાં કૌભાંડનો આક્ષેપ
વડોદરામાં એમ.એસ યુનિવર્સિટીની સિન્ડીકેટ સભામાં સભ્યો હંગામો કર્યો હતો. ભરતી કૌભાંડ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સભ્યોએ ચાલુ સભામાં હોબાળો કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે એમ.એસ. યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે જણાવ્યું હતું કે, કોઇપણ શૈક્ષણિક સંસ્થામાં પારદર્શકતા જરૂરી છે. તપાસ દરમિયાન ખોટું થયાનું જણાશે તો કોઈ પણ વ્યક્તિ હશે,તેની સામે પગલા લઇશું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VSGU)ની અંદર પરીક્ષા પ્રક્રિયામાં અનેક છબરડાઓ અનેકવાર બહાર આવતા રહેતા હોય છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા ઉગ્ર રીતે માગણી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સીટીના વહીવટી ભવનનો ઘેરાવો કરી લેતા વાતાવરણ ખૂબ જ ઉગ્ર બન્યું હતું. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS સહિત અન્ય આપના નેતાઓ પણ યુનિવર્સિટી(University) ભેગા થયા હતા.
આ વિધાર્થીઓ દ્વારા સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રાર નો આશરે દોઢ કલાક સુધી ઘેરાવ વહીવટી ભવન ને તાળાબંધી કરી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છાત્ર યુવા સંઘર્ષ સમિતિની CYSS દ્વારા કરવામાં આવી છે.
CYSS દ્વારા આજે સમગ્ર યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિધાર્થી સંગઠનના કાર્યકરોએ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં ભેગા થઈને વાઇસ ચાન્સેલર અને રજીસ્ટારના વિરોધમાં ખુબ જ સૂત્રોચ્ચાર કર્યા હતા. રજીસ્ટર દેખાતાની સાથે તમામ વિદ્યાર્થીઓએ તેમનો ઘેરાવ કરી લીધો હતો અને તેમની કામગીરીને લઇને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. રોષે ભરાયેલા વિધાર્થીઓ દ્વારા યુનિવર્સિટીની વહીવટી બિલ્ડિંગમાં બહારના ગેટથી તાળું મારી દીધું હતું.
વિધાર્થી સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થી પાસ હોવા છતાં પણ નાપાસ કર્યા હોવાનો ખુલાસો RTI દ્વારા થતાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતિ બંધ થાય એના માટે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે આવા પેપર ચેકરો સામે પગલાં લેવા માગણી કરવામાં આવી છે.
સાથે નીચેના મુદ્દાઓ પર યુનિવર્સિટી તાત્કાલિક ધોરણે વિચારણા કરી વિદ્યાર્થીઓને ન્યાય આપે એવી બાંહેધરી રજિસ્ટ્રાર સાહેબ પાસેથી લેખિતમાં લેવામાં આવી. યુનિવર્સિટી માં 200 કરતા પણ વધારે વિદ્યાર્થી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
વિધાર્થીઓના મુખ્ય મુદ્દાઓમાં આ મુદ્દાઓનો સમાવેશ થાય છે. પેપર ચેકીંગ દરમિયાન થતા છબરડા બંધ કરવામાં આવે અને એના માટે જવાબદાર પેપર ચેકર સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને સાથે એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ માટે જે કમિટીની રચના કરવામાં આવી છે તે ખૂબ જ જટિલ રીતે નિર્ણય લેતી હોય આવા સમયે વિદ્યાર્થીઓ ને તાત્કાલિક ધોરણે ૩ કલાકમાં જ તેમની મુંઝવણનું નિરાકરણ આપવામાં આવે અને એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટની ભૂલો સંતાડવા વિદ્યાર્થીઓને જે રીતે ગુચવવા આવે છે તે બધી જ ગેરરીતિ બંધ કરવા જેવા વગેરે મુદ્દાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!