એક્સ બોયફ્રેન્ડ ભાન ભુલ્યો / સુરતમાં મિલ-માલિકના દીકરાએ યુવતીને ભર્યા બચકાં અને તેના બોયફ્રેન્ડ સાથે એવું કર્યું કે જાણીને તમે હેરાન થઇ જશો : VIDEO

ટોપ ન્યૂઝ સુરત

બંગલાના કમ્પાઉન્ડમાં જ યુવક તેની બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડ પર તૂટી પડ્યો હતો.

નબીરા સામે છેડતી અને મારામારીનો ગુનો નોધાયો
સુરતના વેસુમાં રહેતા મિલ-માલિકના દીકરા કૃણાલ કબૂતરવાલાએ પોતાની ફરિયાદ કરવા આવેલી યુવતીને બચકાં ભર્યાં અને તેના બોયફ્રેન્ડનું ડંડો મારી માથું ફોડી નાખ્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવતાં જ પોલીસે કૃણાલ કબૂતરવાલા વિરુદ્ધ છેડતી અને મારામારીનો ગુનો નોંધ્યો હતો અને ઘાયલ યુવક-યુવતીને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં, જોકે ગુનો નોંધાતાં જ કૃણાલ ભાગી છૂટ્યો હતો.

બોયફ્રેન્ડને પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ : અડાજણ વિસ્તારમાં રહેતો અને લેબર કન્સલ્ટન્સીના કામ સાથે સંકળાયેલો સુજિત (નામ બદલ્યું છે) રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘોડદોડ રોડ પર રહેતી તેની ગર્લફ્રેન્ડ સાથે કૃણાલ કબૂતરવાલાના વેસુ જેનીલ ઇન્ટરપ્રાઇઝ બંગલોમાં ગયો હતો. આ યુવતીને કૃણાલ છેલ્લા કેટલાક વખતથી હેરાન કરી રહ્યો હોવાથી તેણે તેના બોયફ્રેન્ડને ફરિયાદ કરી હતી. સુજિત સાથે સંબંધમાં આવેલી નોર્થ-ઇસ્ટની આ યુવતીને કરાતી હેરાનગતિની ફરિયાદ કૃણાલના પિતાને પણ કરવામાં આવી હતી.

જાનવરની જેમ બચકાં ભરી લીધાં : બંગલાના કંપાઉન્ડમાં જ બંનેનો ભેટો કૃણાલ સાથે થતાં તે ઉશ્કેરાયો હતો અને તેણે આ યુવાનને બહાર ખદેડી ડંડો મારી માથું ફોડી નાખવાની સાથે આ યુવતી સાથે ખરાબ વર્તણૂક કરી હતી. બેફામ બનેલા આ કૃણાલએ યુવતીને માર મારવાની સાથે શરીર ઉપર બચકાં પણ ભર્યાં હતાં, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. એમાં યુવતી ચીસો પાડી રહી હોવા છતાં પણ ક્રૂર રીતે તેને બચકાં ભરવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. ક્રૂરતાનો ભોગ બનેલાં આ યુવક-યુવતીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સુજિતની ફરિયાદને આધારે કૃણાલ કબૂતરવાલા વિરુદ્ધ છેડતી અને મારામારીની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જોકે ગુનો નોંધાતાં જ આ કૃણાલ ફરાર થઇ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ યુવતીને કૃણાલ છેલ્લા કેટલાક વખતથી હેરાન કરી રહ્યો હોવાથી તેણે તેના બોયફ્રેન્ડને ફરિયાદ કરી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવતાં જ પોલીસે કૃણાલ કબૂતરવાલા વિરુદ્ધ છેડતી અને મારામારીનો ગુનો નોંધ્યો હતો અને ઘાયલ યુવક-યુવતીને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. એમાં યુવતી ચીસો પાડી રહી હોવા છતાં પણ ક્રૂર રીતે તેને બચકાં ભરવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/28/05-surat-boyfriend-pankaj_1640670434/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.