પોલિટિક્સ લવ બૉલીવુડ / એહમદ પટેલના પુત્રએ અમિષા પટેલને પ્રપોઝ કર્યું, જુઓ એવા એવા અંગત પળોની તસવીરો વાઇરલ કરી કે તમે જોતા જ પાણી પાણી થઇ જશો

ગુજરાત ટોપ ન્યૂઝ બોલિવૂડ

અહમદ પટેલના પુત્રએ અમિષા પટેલને કહ્યું ‘કહોના પ્યાર હૈ’! અંગત તસવીરો થઈ વાયરલ, આવી રહ્યું છે ગદર પાર્ટ-2! હીરોઈન પણ ગદર મચાવવા થઈ ગઈ તૈયાર! બન્નેની અંગત તસવીરો જોઈને તમારા મનના તમામ સવાલોનો જવાબ મળી જશે. ફૈઝલ પટેલને અચાનક શું થયું અને ટ્વિટર પર ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલને મેરેજ માટે ઓફર કરી દીધી.

ફૈઝલ પટેલે ટ્વીટ કરીને બોલીવુડની હોટ અભિનેત્રી અમિષા પટેલને દુનિયાની સામે પુછી લીધું વિલ યુ મેરી મી….જોકે, તેના સવાલનો અમિષા પટેલે પણ બિંદાસ્ત થઈને જવાબ આપ્યો અને આ આખીયે કહાની ચર્ચામાં આવી ગઈ. આખરે બન્ને વચ્ચે શું રંધાઈ રહ્યું છે આ કહાની જાણવા જેવી છે. અને તેમની અંગત તસવીરો પણ સામે આવી છે જુઓ…

કોંગ્રેસના દિવંગત નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્ય સભાના પૂર્વ સાંસદના પુત્ર ફૈઝલ પટેલનું એક ટ્વિટ ચર્ચાનો વિષય બની ગયું. ફૈઝલ પટેલને અચાનક શું હુડ ઉપડ્યું અને ટ્વિટર પર અચાનક એક અભિનેત્રીને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ ગુજ્જુ ગર્લ અમિષા પટેલ છે.

વાત જરા એમ હતી કે, આજે દિવંગત અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનો જન્મ દિવસ છે. જન્મદિવસની ઉજવણીમાં સૌ કોઈ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું હતું. ત્યારે ફૈઝલે સોશિયલ મીડિયા પર એવી જાહેરાત કરી કે તે અમિષા પટેલ સાથે લગ્ન કરવા માંગે છે. ફૈઝલે અમિષા પટેલને ટેગ કરીને આ ટ્વીટ કર્યું. તેની ગણતરીની ક્ષણોમાં જ સામેથી પણ રંગીન રીપ્લાય આવ્યો. ફૈઝલ પટેલે ટ્વીટ કરીને કહ્યું હતુંકે, વિલ યૂ મેરી મી! અમિષા શું તું મારી સાથે લગ્ન કરીશ? તો સામેથી જવાબ આવ્યો ડાર્લિંગ આઈ લવ યૂ!

હવે ટ્વીટર જેવા પ્લેટફોર્મ પર બિંદાસ્ત થઈને આ પ્રકારની પોસ્ટ કરવામાં આવતી હોય અને દુનિયા સાથે જાણે ફૈઝલ અમિષાને કહેતો હોય કે કહોના પ્યાર હૈ…એવો સીન જોવા મળ્યો. બીજી તરફ અમિષા પટેલ પણ જાણ ગદર મચાવવા તૈયાર હોય તેવી રીપ્લાય પણ સામે આવ્યો. બન્ને વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે નહીં તો આ રીતે કડકતી ઠંડીમાં તણખા ન ઝરવા લાગે સમજદારને ઈશારો જ કાફી છે. જોકે, અહીં શબ્દોની બહુ જરૂર નથી બન્ને વચ્ચેની કેટલી અંગત તસવીરો પણ જે રીતે સામે આવી છે એ જોઈને તમે જાતે જ આ ઈલુઈલુની કહાનીને સમજી જશો.

ફૈઝલ પટેલે દુનિયાની સામે અમિષા પટેલ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકી દીધો. અને અભિનેત્રી પણ જાણે એ જ વાતની રાહ જોઈને બેઠી હોય તેમ તેણે પણ આઈ લવ યૂ ડાર્લિંગ લખીને આ વાતનો જવાબ આપ્યો. જોકે, પછી અચાનક શું થયું કે, ફૈઝલ પટેલે તરત જ આ ટ્વીટ ડિલીટ કરી દીધું. પણ એ પહેલાં તો આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયુવેગે વહેતો થઈ ગયો અને મચી ગઈ ‘ગદર’

જોકે, આ ટ્વીટ બાદ મામલો ચર્ચામાં આવતા આ ટ્ટવીટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ ફૈઝલના આ પ્રકારના ટ્વીટને કારણે અવાક રહી ગયા હતાં. જોકે, આ મામલો તેમને વ્યકિતગત હોવાથી કોઈ મગનું નામ મરી પાળવા તૈયાર થતું નથી. હવે આ પ્રેમકહાની આગળ વધે છેકે, કેમ? ગદર ફિલ્મ પહેલાં જ ફૈઝલ અને અમિષાના ટ્વીટે હાલ તો સોશિયલ મીડિયા પર મચાવી દીધી છે ગદર!

ઉલ્લેખનીય છેકે, અહમદ પટેલના પુત્રના અગાઉ લગ્ન થયા હતા જોકે, તેમની પત્નીનું નિધન થઈ ચૂક્યું છે. અને ત્યાર બાદ બોલીવુડની અભિનેત્રી અમિષા પટેલ સાથે તેમના સંબંધો હોવાનું સામે આવ્યું છે. કેટલાંક ઠેકાણે પાર્ટી અને સમારોહમાં પણ આ યુગલ સાથે જોવા મળ્યું છે. અહીં તેમના સંબંધો કેટલાં નજીક છે તેની કેટલી અંગત તસવીરો પણ દર્શાવવામાં આવી છે. જોકે, ઉદ્દેશ્ય કોઈની છબિને ઠેસ પહોંચાડવાનો નથી. અમે માત્ર સમાચારની દ્રષ્ટીએ જે થઈ રહ્યું છે તે અમારા દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.