રાજ્યમાં અનેક જગ્યાએ બે નંબરમાં ગોરખધંધા ચાલતા હોય છે. ત્યારે બાતમીના આધારે ઘણી જગ્યાએ પોલીસ રેડ મારીને ગોરખધંધાની પોલ ખોલી નાખે છે ત્યારે અમુક જગ્યાએ સુજ્બુજથી કામ લેવું પડે છે. આ ઘટનામાં પોલીસે જે માઈન્ડ વાપર્યું એ જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે અને આ પ્લાન મુજબ પોલીસને સારી એવી સફળતા પણ મળી છે.
ગોરખધંધાની બાતમી મળતાની સાથે જ તેઓ દરોડા પાડીને કેટલાય કુટણખાનાઓને બંધ કરાવ્યાના અહેવાલો પણ સામે આવી ચૂક્યા છે. થોડા દિવસ પહેલાં જ સુરત અને રાજકોટ ના પોશ વિસ્તારોમાં ચાલતા કૂટણખાના અને પોલીસે દરોડા પાડીને બંધ કરાવ્યા છે. અને હવે પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી સ્પાની આડમાં ચાલતા કૂટણખાના મળી આવ્યા છે..
આ બાબતની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસે આ કુટણખાનાને બંધ કરાવવા માટે જરૂરી પગલાં લઈ લીધા હતા. પોલીસને બાતમી મળી હતી કે ગોધરા તાલુકામાં આવેલા વાવડી વિસ્તારમાં અપ્સરા સ્પા મસાજ સેન્ટર આવેલું છે. આ મસાજ સેન્ટરમાં મસાજ નહીં પરંતુ દેહનો વ્યવહાર થતા હોવાની પ્રવૃત્તિ ઝડપાઈ છે.
આ બાતમી મળતાની સાથે જ પોલીસે આસપાસ સેન્ટરમાં ડમી ગ્રાહકો મોકલ્યા હતા. જેથી કરીને સ્પાની અંદર શું ચાલી રહ્યું છે. તેમજ કેટલા લોકો અંદર હાજર છે. તે બધી જ માહિતી મળી શકે. ડમી ગ્રાહક પાસેથી મળેલી માહિતી અનુસાર પોલીસને મળેલી બાતમી સો ટકા સત્ય બાબતમાં પરિવર્તન પામી હતી.
દરોડા પાડતાની સાથે જ સ્પાની અંદર રહેલા સૌ કોઈ લોકોના ધબકારા વધી ગયા હતા. કારણ કે તેઓને તેમની નજર સામે જ તેમની જિંદગી ખરાબ થઈ જવાના અણસાર દેખાઈ આવ્યા હતા. આ મસાજ સેન્ટર ની અંદર મસાજ સેન્ટરના માલિક સંચાલક ની સાથે સાથે ઘણી બધી યુવતીઓ પણ મળી આવી હતી.
આ દરોડા દરમિયાન પોલીસને 7 મોબાઈલ ફોન, અંદાજે 90 હજાર રૂપિયા રોકડાની સાથે સાથે કુલ એક લાખ પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ની સાથે જ મસાજ સેન્ટરમાંથી એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે તમામ લોકોની ધરપકડ કરીને સરકારી ચોપડે ગુનો નોંધાયા બાદ આગળની તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!