બેફામ બન્યા બદમાશો / મોબાઈલની સાથે મહિલાને પણ 150 મીટર સુધી ઘસડી ગયા, વિડીયો જોઇને તમને વિશ્વાસ નહિ થાય : VIDEO

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

દેશની રાજધાની દિલ્હી(Delhi)માં બદમાશો બેફામ બન્યા છે. દિલ્હી પોલીસ(Delhi Police)ના લાખ દાવાઓ પછી પણ આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે સાંજે દિલ્હીના શાલીમાર બાગ(Shalimar Bagh) વિસ્તારમાં બેફામ બદમાશોએ મોબાઈલ છીનવી(Mobile stripping) લેવાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં બદમાશો પીડિતાને તેમની સ્કૂટી વડે લગભગ 150 મીટર સુધી ઢસડી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનાનો ખૌફનાક વીડિયો વાયરલ: તમને જણાવી દઈએ કે, આ ઘટનાનો વીડિયો હેરાન કરનાર અને ડરાવી દેનારો છે. પીડિતા શાલીમાર બાગ વિસ્તારની ફોર્ટિસ હોસ્પિટલમાં કામ કરે છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ પોલીસ દરેક કેસની જેમ તપાસ કરી રહી છે.

પોલીસ આરોપીને શોધી રહી છે: પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, જે લોકો આ ઘટનામાં દોષિત છે તેમને સખતમાં સખત સજા મળશે. પોલીસને આ ઘટના અંગે ઘણા પુરાવાઓ મળ્યા છે, જેને આધારે આરોપી ટૂંક જ સમયમાં પકડાઈ જશે.

ઘટનાના દિવસે શું બન્યું હતું? : જણાવી દઈએ કે, આ ઘટના શાલીમાર વિસ્તારમાં સાંજે લગભગ 5.30 વાગ્યે બની હતી. પોલીસને સાંજે 7.30 કલાકે માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. મહિલા પોતાની ફરજ પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.instagram.com/reel/CXknmQNo7ex/?utm_source=ig_web_copy_link )

નોંધનીય વાત એ છે કે, મહિલા રોડની બાજુએ ચાલી રહી હતી. ત્યારે જ સ્કુટી સવારો તેની પાસેથી પસાર થાય છે અને મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરે છે. પરંતુ મહિલા તેના જેકેટથી એક બદમાશને પકડી લે છે અને બદમાશો મહિલાને લગભગ 150 મીટર સુધી ઢસડી જાય છે. આ પછી, જ્યારે લોકોએ મહિલાને રસ્તા પર પડેલી જોઈ તો તેને ઉપાડી લે છે.

હાલ પોલીસ દરેક કેસની જેમ તપાસ કરી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, જે લોકો આ ઘટનામાં દોષિત છે તેમને સખતમાં સખત સજા મળશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.