અલા પણ સાવ આમ નો હોય / માથામાં થૂંકીને મહિલાના વાળ કાપે છે બોલીવુડનો આ સુપર હેર સ્ટાઈલિસ્ટ, વીડિયો જોઈને તમે પણ ગાળો આપશો : જુઓ વિડિઓ

અજબ ગજબ

આખા દેશના લોકપ્રિય હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબનો(Javed Habib) એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ એક મહિલાના માથા પર થૂંક લગાવીને વાળ કાપતા નજરે પડ્યા હતા. આ વીડિયો સામે આવતા જ જાવેદ હબીબ વિવાદોમાં ફસાઈ ગયા. આ સમગ્ર વિવાદ મામલે તેમના તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જાવેદ હબીબે એક વીડિયો વાયરલ કરીને સોરી કહ્યું.

જાવેદ હબીબે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે આવું શા માટે તેની સ્પષ્તા કરી છે. તેમણે મહિલાના વાળમાં થૂંકવા બદલ માફી પણ માંગી છે. વાસ્તવમાં, એક ટ્રેનિંગ ક્લાસ દરમિયાન એક મહિલાના માથા પર એવું કહેતા થૂંકતા દેખાઈ છે કે તેના વાળ સૂકા છે. તેમણે મજાકમાં એવું પણ કહ્યું કે, તેમના થૂકમાં કેટલી તાકાત છે.

જણાવી દઈએ કે, જાવેદ હબીબનો થૂંકતો વીડિયો વાયરલ થયા બાદ તે મહિલાનો વીડિયો પણ સામે આવ્યો હતો જે તેના વાળમાં તેમણે થૂંકતા દેખાયા હતા. મહિલાએ તેને અપમાનજનક ગણાવ્યું. આ પછી રાષ્ટ્રીય મહિલા આયોગે મામલાની નોંધ લીધી હતી. મહિલા આયોગે ઉત્તર પ્રદેશ પોલીસને વીડિયોની સત્યતા તપાસવા કહ્યું હતું. વાસ્તવમાં, આ ઘટના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં જાવેદ હબીબ દ્વારા આયોજિત વર્કશોપમાં સામે આવી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jawed Habib (@jh_hairexpert)

જાવેદ હબીબ વાળ કાપતી વખતે મહિલાના માથા પર થૂંક્યા
જાવેદ હબીબ વીડિયોમાં જે મહિલાના વાળ પર થૂંકતા દેખાયા તે બાગપતના બડૌત વિસ્તારની છે. વીડિયોમાં મહિલા સ્ટેજ પર સલૂનની ​ખુરશી પર બેઠેલી જોવા મળે છે. ટ્રેનિંગ સેમિનારમાં ઉપસ્થિત લોકોને ટિપ્સ આપતા જાવેદ હબીબે આકસ્મિક રીતે મહિલાના માથાના વાળ પર થૂંક્યું અને કહ્યું, ‘જો પાણીની અછત છે.. આ થૂંકમાં પણ જીવ છે’.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.