કોંગ્રેસમાં ડખ્ખા ચાલુ / ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને મનહર પટેલે નેતૃત્વ સામે ઉઠાવ્યા સવાલ, જુઓ ટ્વિટ્ટર પર રોષ ઠાલવ્યો

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત કોંગ્રેસમાં કકળાટ સમવાનું નામ નથી લઈ રહ્યો. પક્ષના પ્રવક્તા જયરાજસિંહ પરમારે એક ટ્વિટ કરીને પોતાના પક્ષ પર જ સવાલો ઉઠાવ્યા છે. ટ્વિટમાં તેમણે કોંગ્રેસને ધારાસભ્યો અને સાંસદોનો પક્ષ કહ્યો છે. તો સંગઠનમાં કામ કરનારનું કોઈ મહત્વ ન હોવાનો રોષ ઠાલવ્યો છે. આ દરમિયાન રાજ્યના કોંગ્રેંસ પ્રભારી પણ ગુજરાતમાં છે.

ટ્વિટર પર રોષ ઠાલવ્યો
જયરાજસિંહ પરમારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે? જયરાજસિંહે બળાપો કાઢીને ટ્વિટ કરી હતી. અગાઉ પણ આવી રીતે ટ્વિટ કરીને વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ તેમણે હિન્દીમાં ટ્વિટ કરીને લખ્યું હતું કે કિસકો ફ્રિક હૈ કી કબીલે કો ક્યાં હોગા… સબ ઈસ બાત પર લડતે હૈ કી સરદાર કૌન હોગા… અફસોસ…

અગાઉ પેટાચૂંટણી ટાણે પણ જયરાજસિંહ નારાજ થયા હતા
2019માં પેટા ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે જ ખેરાલુ બેઠક પર પ્રબળ દાવેદાર હતાં છતાં ટિકિટ કપાતા જયરાજસિંહ પરમાર નારાજ થયા હતા. જો કે રાજનીતિથી થાકીને નારાજગી વ્યક્ત કરી હતી અને રાજકારણમાં આરામ લેવાનો સમય આવી ગયો હોવાનો સોશિયલ મીડિયાથી નારાજગી વ્યક્ત કરી હતી. જો કે ત્યારબાદ પણ તેઓ કોંગ્રેસ સાથે સક્રિય રહ્યા હતા.

કોંગ્રેસની રાજકીય સ્થિતિ સામે કોંગ્રેસના ધારાસભ્યના પાર્ટી સામે જ ધારદાર સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસ ધારદાર એ જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સાંસદો અને ધારાસભ્યો કેન્દ્રીય રહ્યો છે. બીજી બાજુ જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પક્ષ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી. જેથી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે?

 

નોંધનીય છે કે, જયરાજસિંહના ટ્વીટ બાદ ફરી કોંગ્રેસમાં આંતરિક વિવાદ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અગાઉ પણ જયરાજસિંહ નારાજ થયા હતા. અને તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસમાં ચાપલુસોની જમાવટ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોગ્રેસના કિરીટ પટેલ લલિત વસોયા અને લલિત કગથરા એમ ત્રણ પાટીદાર ધારાસભ્યોએ પ્રભારી રઘુ શર્મા સાથે મુલાકાત કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. અલ્પેશ કથીરીયાની મુલાકાત બાદ પ્રભારી સાથેની મુલાકાત સુચક માનવામાં આવી રહી છે. પરંતુ ત્રણેય ધારાસભ્યોએ મુલાકાતને ઔપચારીક મુલાકાત ગણાવી છે. બીજી બાજુ ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે રાજકારણ ગરમાયું છે. આ ઘટના ક્રમ વચ્ચે લોકોમાં એક સવાલ ઉદ્દભવી રહ્યો છે કે શું પાટીદાર અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે? નરેશ પટેલ, અલ્પેશ કથીરિયાને કોંગ્રેસે પક્ષમાં જોડવા મોટા ગજાના નેતાઓ આમંત્રણ આપી રહ્યા છે.

કોંગ્રેસ સંગઠન પ્રભારી ગુજરાત પ્રવાસે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષાંતે યોજાવાની છે, ત્યારે કોંગ્રેસે પણ વિધાનસભાને લઈને અત્યારથી તૈયારીઓ હાથ ધરી દીધી છે. જે અંતર્ગત આજે રાજ્યના કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રધુ શર્મા આજે ચાર દિવસ માટે ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ આજે સૌરાષ્ટ્રના આગેવાનો સાથે બેઠક કરશે. આવતી કાલે 28મી જાન્યુએ. એસ.સી સેલના ચેરમેનના પદભારમાં હાજરી આપશે અને ત્યારે બાદ કોવિડને પગલે ઇન્દીરા ગાંધી આઇસીયુ વિથ એમ્બ્યુલન્સ વાન અને મોબાઇલ ક્લનિક વાન અર્પણ વિધિ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ 29મી જાન્યુ.એ સુરત સચિન જી.આઈ.ડી.સી.માં કેમિકલ બ્લાસ્ટ ઘટના અંગે કોંગ્રેસની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી બેઠક મળશે. 29મી કોંગ્રેસના સિનિયર લીડર સાથે પ્રદેશ સંગઠન પ્રભારી બેઠક કરશે. 30 મીએ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગાંધી પ્રાર્થના સભાનું આયોજન થશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.