બજારમાંથી 90 પૈસામાં ખરીદી જૂની ચમચી ને વેચાઈ 2 લાખમાં, જાણો કેવી રીતે બદલાયું તે વ્યક્તિનું નસીબ…

અજબ ગજબ

તમે એક વાત જરૂર સાંભળી હશે કે નશીબ જયારે આપણી પર મહેરબાન થાય છે ત્યારે ધાર્યા કરતા વધારે મળવા લાગે છે, એટલે કે નશીબ કોનું ક્યારે બદલાઈ જાય છે તે કહેવું ખુબ જ મુશ્કેલ હોય છે. જો કે આવું જ લંડનમાં રહેતા એક વ્યક્તિ સાથે થયું છે, જેનું અચનાક એવું તો ભાગ્ય ખુલ્યું કે તે રાતોરાત ધનિક બની ગયો.

કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ એકવાર લંડનના સ્ટ્રીટ માર્કેટમાં ફરતો હતો, જ્યાં તેની નજર એક જૂની ચમચી પર હતી, જેથી તેણે મન બનાવ્યું કે બીજી મોંઘી વસ્તુઓ ખરીદવા કરતા આ એક નાની અને સસ્તી વસ્તુની ખરીદે કરે.આખરે આ વ્યક્તિએ તે ચમચી માત્ર 90 પૈસામાં ખરીદીને ઘરે લાવ્યો.

90 પૈસામાં ખરીદીને લાવેલ આ ચમચી તેણે ઘણા મહિનાઓ સુધી તેના ઘરના કિચનમાં મૂકી રાખી, પરંતુ એકવાર ઓનલાઈન વેચાણ માટેનું મન બનાવી તેને વેચાણ માટે તે ચમચી મૂકી, પરંતુ જયારે આ ચમચીના બદલામાં તેને લાખો રૂપિયાની ઓફર મળવા લાગી ત્યારે તેમને વિચાર આવ્યો કે આ કોઈ સામાન્ય ચમચી નથી.

આખરે તેણે એક ચાંદીના નિષ્ણાતનો સંપર્ક કરી તેના વિષે જાણકારી મેળવી, જેમાં જાણવા મળ્યું કે તે ખુબ જ કીમતી ચમચી છે,એટલે કે તેની ઉંચી કીમત મળી શકે છે.કહેવામાં આવી રહ્યું છે કે આ સામાન્ય દેખાતી ચમચી 13મી સદીની હતી, જેની કિંમત લાખોમાં આંકવામાં આવી રહી હતી.

જેથી ચમચીની હરાજી કરવામાં આવી તો ધીમે ધીમે તેની બોલી વધતી ગઈ.અંતે આ ચમચીની અંતિમ બોલી 1 લાખ 97 હજાર રૂપિયામાં નક્કી કરવામાં આવી હતી.એટલે કે આ સામાન્ય ચમચીના આધારે તે વ્યક્તિ અચનાક ધનિક બની ગયો હતી,એટલે કે ભાગ્ય કઈ રીતે બદલાય છે તે કોઈ જાણતું નથી,પણ જયારે બદલાય છે ત્યારે જરૂર કરતા વધારે મળવા લાગે છે તે તો નક્કી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *