ગુજરાતને બચાવી લો મારા બાપ / આવા હરામી લોકોને કારણે ફેલાય છે કોરોના, જુઓ વિડિઓ આ સાહેબને સવાલ પૂછતાં કહી દીધું એવું કે જાણીને તમે આને બોચી પકડીને બે મારશો : VIDEO

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્ય (gujarat corona update) માં કોરોના, ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આંકડાની વાત કરીએ તો, ગુજરાતમાં દર કલાકે 23 દર્દીઓને કોરોના (corona case) ડંખી રહ્યો છે. તો રાજ્યમાં બુધવારે એક દિવસમાં ઓમિક્રોનના નવા 19 કેસ નોંધાયા છે. આ સાથએ ઓમિક્રોનના કુલ 97 દર્દીઓ થયા છે. ગુજરાતમાં હાલ કોરોનાના 1902 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં વધુ 2 મોત નોંધાયા
આજે રાજ્યમાં 2 લોકોના મોત નોઁધાયા છે. ગઈકાલે પોરબંદર જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. અગાઉ રાજ્યમાં સતત છ દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા. જોકે 26 ડિસેમ્બરે શૂન્ય મોત રહ્યું હતું. પરંતુ 27 ડિસેમ્બરે જામનગર શહેરમાં એકનું મોત થયું છે. 25 ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં કોરોનાથી 2 દર્દીના મોત થયાં હતાં.

અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે ડિસેમ્બરમાં અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

આવામાં લોકો હજી પણ બેદરકાર થઈને ફરી રહ્યાં છે. કોરોના સામેનુ સૌથી મોટું કવચ માસ્ક (mask) ને પણ પહેરવાનું લોકો ટાળી રહ્યાં છે. આવામાં ઝી 24 કલાકની ટીમે એક એવા રાહદારી સાથે વાત કરી હતી, જેમણે માસ્ક પહેર્યો ન હતો. જેના જવાબમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતું કે, માસ્ક તો હુ પહેરતો જ નથી. કોરોના મને થયો નથી તો કોઈ તકલીફ નથી. એક જ વાર જીવવાનુ છે અને એક જ વાર મરવાનુ છે. કોઈ ટેન્શન નહિ.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=494549218657366 )

આમ, લોકોની આ બેદરકારી જ બીજાનો ભોગ લેશે. એક તરફ કોરોનાના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યા બીજી તરફ લોકો ટોળામાં માસ્ક વગર બિન્દાસ્તપણે ફરે છે. જો તમે કોરોનાના કહેરથી બચવા માંગતા હોવ તો કેટલીક કાળજી રાખવી બહુ જ જરૂરી છે. ગુજરાતને કોરોનામુક્ત કરવા માટે નીચે આપેલી ટિપ્સ બહુ જ કામની છે.

રાજ્યમાં વધુ એક લહેરના મંડાણ થયા હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ સતત બીજીવાર 500થી વધારે કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 573 નવા કેસ નોંધાયા છે. જ્યારે 102 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 269 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 2 હજારને પાર થયા છે અને કુલ 2371 થયા છે. રાજકોટ શહેર અને અરવલ્લી જિલ્લામાં 1-1 મળી કુલ મોત નોઁધાયા છે.

ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના 19 નવા કેસ નોંધાયા
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં કુલ 19 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 4 પુરુષ અને 4 સ્ત્રી મળીને સૌથી વધુ 8 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં, 6 વડોદરા શહેરમાં 3 અને આણંદમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 97 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 14, વડોદરા શહેરમાં 11, સુરત શહેરમાં 2, આણંદમાં 3, ખેડામાં 3, ગાંધીનગર શહેરમાં 1, રાજકોટમાં 1, મહેસાણા 3, જામનગર શહેરમાં 3 મળીને કુલ 41 ઓમિક્રોનના દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.