ગુજરાત પોલીસનો સૌથી મોટો જાસૂસીકાંડ, મળ્યા એવા પુરાવા કે બે કોન્સ્ટેબલે તો હદ પાર કરી હતી, જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ભરૂચ

ભરૂચ LCBના બે કોન્સ્ટેબલો દ્વારા જાસૂસીકાંડનો મામલો હવે નવા નવા વળાંકો લઈ રહ્યો છે. ગુજરાત પોલીસનો આ સૌથી મોટો જાસૂસીકાંડનો રેલો ક્યાં જઈને અટકશે. કારણ કે, આ થકી અનેક અધિકારીઓ અને કર્મચારીઓના પગ તળે રેલો આવી શકે છે. ત્યારે જાસૂસીકાંડમાં મોટો ખુલાસો થયો છે.

છેલ્લા દોઢ વર્ષથી કોન્સ્ટેબલ મયુર અને અશોક લોકેશન કઢાવતા હતા. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બંને કોન્સ્ટેબલોએ પોલીસે મોબાઈલ કંપનીઓ પાસેથી કોના કોના લોકેશન કઢાવ્યા તેની વિગતો માંગી હતી. બંને કોન્સ્ટેબલોએ અત્યારસુધી લોકેશન કોના કોના કાઢ્યા એ ડેટા પણ ડિલીટ કરી નાંખ્યા છે.

જેથી સાપ જતો રહે પણ લિસોટા પણ ન મળે તેવો ઘાટ સર્જાયો છે. પોલીસ પૂછપરછમાં બંને કોન્સ્ટેબલોએ આ કબૂલાત કરી હતી. જાસૂસીકાંડમાં ભરૂચ એસપી, LCB PI અને ભરૂચના અનેક નામાંકિત લોકોના લોકેશન પણ બંને કોન્સ્ટેબલોએ કઢાવ્યા હોવાની પોલીસને શંકા છે. જાસૂસી કાંડમાં હવે અગાઉના અધિકારીઓ પણ હલવાશે.

અગાઉના અધિકારીઓના પણ નિવેદન લેવાની કવાયત હાથ ધરાઇ છે. ભરૂચ LCBના બે કોન્સ્ટેબલો દ્વારા જાસૂસીકાંડનો મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીના લોકેશનનો સ્ક્રીન શોટ પોલીસના હાથ લાગ્યો છે. એક કોન્સ્ટેબલના મોબાઈલમાંથી લોકેશનનો સ્ક્રીન શોટનો પુરાવો હાથ લાગ્યો છે. 29-6-2022ના દિવસનું લોકેશન કઢાયું હતું.

ભરૂચ LCBના PI તરીકે ભૂતકાળમાં નોકરી કરનારા ત્રણ અધિકારીઓની પૂછપરછનો રાઉન્ડ પણ શરૂ કર્યો છે. બંને કોન્સ્ટેબલ મયુર અને અશોકના ફોન જપ્ત કરી FSLમાં તપાસ માટે પણ મોકલાયા છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનિટરીંગ સેલની છેલ્લાં 3 મહિનામાં 8થી વધુ મોટી રેડ નિષ્ફળ ગઈ હતી.

જેથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમમાં જ એક તબક્કે એકબીજા પર શંકાની સોંય ઉભી થઇ હતી. બીજી તરફ તેમણે મામલાના ઉંડાણમાં તપાસ કરતાં પોલીસની જ જાસુસી કરવાના કારસાનો પર્દાફાશ થયો હતો. આમ, ગુજરાત પોલીસમાં ‘ઘર ફૂટે ઘર જાય’ જેવો ઘાટ સર્જાયો છે. ડિંગુચાનું ઇમિગ્રેશન કૌભાંડ હોય કે દારૂનું કટિંગ કે પછી પોતાના જ સાથીઓની જાસૂસી, બધે પોલીસનું સેટિંગ છે. પોલીસ જ હપ્તા ઉઘરાવતી થઈ ગઈ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *