ક્રાઇમ કેપિટલ ‘સુરત’ / સુરતમાં ગર્ભવતી મહિલાની ગળું દબાવી હત્યા કરી યુવક પોતાની અઢી વર્ષની બાળકીને રેલવે સ્ટેશન પર રઝળતી મૂકી થયો ફરાર : જુઓ CCTV વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

રોજબરોજ રાજ્યમાં હત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યા છે. લુખ્ખાતત્વો પણ બેફામ ફરી રહ્યા છે ત્યારે પોલીસ સામે મોટો પડકાર છે. સુરતમાં ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ પોલીસે તપાસ કરતા હત્યારો અઢી વર્ષની બાળકીને રેલવે સ્ટેશન પર રઝળતી મૂકીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસ પાસે હત્યા કરનારની તસવીર આવી ગઈ છે. જોકે, હજુ સુધી મૃતક અને હત્યારાની ઓળખ થઈ નથી. જ્યારે બાળકી પણ અઢી વર્ષની હોવાથી કશું કહી શકે તેમ નથી. પોલીસ હત્યારાને પકડવા પ્રયાસ કરી રહી છે.

આ બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત ગળું દબાવી હત્યા કર્યા બાદ મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો. આ બનાવના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઉધના રેલવે યાર્ડ પાસે ગર્ભવતી મહિલાની લાશ મળી હતી. મહિલાની ઉંમર આશરે 30થી 35 વર્ષ હોવાનું અનુમાન છે. પ્રાથમિક પહેરવેશ ઉપરથી મહિલા ઓડિશાવાસી હોવાનું લાગી રહ્યું છે. તેનું ગળું દબાવી હત્યા કરાઈ હતી અને ત્યારબાદ લાશને અહી સંતાડવાની કોશિશ કરાઈ હતી.

આ મામલે પોલીસે હત્યાનો અને પૂરાવાના નાશનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. 7થી 8 કલાક પહેલાં તેની હત્યા કરાઈ હોવાની આંશકા લાગી રહી છે. પોલીસે સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ઉધના રેલવે યાર્ડમાં સગર્ભા મહિલાની હત્યા કર્યા બાદ હત્યારો અઢી વર્ષની બાળકી સાથે ઉધના રેલવે સ્ટેશનની બહાર નીકળી રિક્ષા પકડી સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો.

સુરત રેલવે સ્ટેશન પર બાળકી સાથે બેસે છે. થોડો સમય વિતાવ્યા બાદ તાપ્તિગંગા ટ્રેન આવે તે પહેલા હત્યારો બાળકીને છોડીને નાસી છૂટે છે અને ટ્રેનમાં બેસી ફરાર થઈ જાય છે. બીજી તરફ અઢી વર્ષની બાળકી રઝળતી હાલતમાં મહિધરપુરા પોલીસને હાથે લાગે છે. પોલીસે બાળકીનો કબજો લીધો છે અને આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/24/07_1648113841/mp4/v360.mp4 )

હાલ તો પોલીસ પાસે સીસીટીવી આધારે આરોપીને ફોટો આવી ગયો છે. જોકે, મહિલા અને આરોપીની હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસ તેનું સરનામુ શોધી રહી છે. પોલીસ બાળકીનો કબજો લઈને તપાસ કરી રહી છે. ત્યારે સીસીટીવમાં આ બાળકી તેમજ સગર્ભા મહિલા અને હત્યા કરનાર યુવક નજરે ચડે છે. બાળકી સગર્ભા મહિલા સાથે આવી હોવાનું અનુમાન છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.