અરે બાપરે / હળવદમાં ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ ધડામ દઈને તૂટ્યું, જુઓ વિડિઓ CR પાટીલ સહીત રાજકીય આગેવાનો ટપાટપ નીચે ખાબક્યા : VIDEO

ગુજરાત ટોપ ન્યૂઝ

સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડ્યું

મોરબીના હળવદ ખાતે ભાજપના કાર્યક્રમમા સ્ટેજ તૂટી પડ્યું હતુ. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનો હતા હાજર રહ્યા હતા. આ ઘટનામાં સદભાગ્યે કોઇને ઇજા પહોંચી નહોતી. પણ આ ઘટનામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના રાજકીય આગેવાનો ધડામ દઇને નીચે પડતા સભા મંડપમાં પળવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી.

હળવદના શક્તિનગર ગામે આવેલા શ્રી નકલંક ગુરુ ધામ ખાતે આજે સમસ્ત ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા સ્નેહ મિલન તથા નકલંક ધામ મંદિરે નવનિર્મિત શૈક્ષણિક સંકુલના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ હાજરી આપી હતી.

હળવદ ખાતે ભાજપના કાર્યક્રમમા સ્ટેજ તૂટી પડ્યું હતુ. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના રાજકીય આગેવાનો ધડામ દઇને નીચે પડતા સભા મંડપમાં પળવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી.

શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, રાજ્યના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા,પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ વિનોદ ચાવડા, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા પ્રજાપતિ સમાજના આગેવાન અને હાલ રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપતા દિનેશભાઈ અનાવાડિયાને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/01/46-halvad-cr-patil-vishal-shailesh_1641044832/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.