હેવાનિયતની હદ વટાવી / શરુ કારમાં ધો. 10 ની વિદ્યાર્થીની સાથે નરાધમોએ આચર્યું સામુહિક દુષકર્મ, જુઓ યુવતીની આપવીતી સાંભળીને તમે ધ્રુજી ઉઠશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

દુષ્કર્મ અને છેડતી માટે કડક કાયદા બનાવવામાં આવ્યા છે, છતાં આવી ઘટનાઓ ઘટવાને બદલે સતત વધી રહી છે. દિવસેને દિવસે આ નરાધમો યુવતી અને સગીરને હવસનો શિકાર બનાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજધાની દિલ્હીથી સામે આવ્યો છે. સાઉથ વેસ્ટ દિલ્હીના વસંત વિહારમાં ચાલતી કારમાં સગીર વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.

માહિતી બાદ વસંત વિહાર પોલીસે પોક્સો એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરવામાં આવી છે. ઘટના 6 જુલાઈની જણાવવામાં આવી રહી છે. આ સંદર્ભે માહિતી મળ્યા પછી, વસંત વિહાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 323/354/342/376D/377/506/363 અને 6/8 પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધ્યો અને ત્રણની ધરપકડ કરી.

ત્રણેય આરોપીઓની ઉંમર 23, 25 અને 35 વર્ષની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ 8 જુલાઈના રોજ વસંત વિહારમાં પીસીઆર કોલ આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું કે તે પોતાની બાળકીને લઈને SJ હોસ્પિટલમાં આવ્યો છે. તેણે જણાવ્યું કે તેની 16 વર્ષની પુત્રી સાથે ત્રણ આરોપીઓએ સામુહિક દુષ્કર્મ આચર્યું છે.

ફોન કરનારે જણાવ્યું કે રોજ રાત્રે 8.30 વાગ્યાની આસપાસ તેની 16 વર્ષની પુત્રી ત્રણ લોકો સાથે કારમાં વસંત વિહારથી નીકળી હતી. બીજા દિવસે સવારે લગભગ 7 વાગ્યે ત્રણેય આરોપીઓએ મારી દીકરીને ઘરે મૂકી ગયા હતા. 7 જુલાઈની મોડી સાંજે, સગીરે તેના માતા-પિતાને ગતરાતની આપવીતી વિશે જાણ કરી. આ પછી યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ઘટના વિશે જાણ્યા પછી, જ્યારે મહિલા કાઉન્સિલરે પીડિત વિદ્યાર્થી પાસેથી માહિતી લીધી, ત્યારે તેણે જણાવ્યું કે તેને 6 જુલાઈની રાત્રે લગભગ 8:30 વાગ્યે વસંત વિહાર માર્કેટ પાસે બે પરિચિત છોકરાઓ મળ્યા. બંનેની સાથે બીજો છોકરો પણ હતો. ત્રણેયએ તેને વેગન આર કારમાં આવવાની ઓફર કરી.

ત્યારબાદ ચારેય કારમાં મહિપાલપુર ગયા હતા. વિદ્યાર્થીએ જણાવ્યું કે આરોપીઓએ ત્યાંથી દારૂ ખરીદતો હતો. આ પછી તેમણે મને પણ જબરદસ્તી દારૂ પીવડાવ્યો. ત્યાર બાદ મને એક નિર્જન સ્થળે લઈ જવામાં આવી હતી જ્યાં કારની અંદર છોકરાઓએ તેના પર સામુહિક દુષ્કર્મ આચર્યું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.