સુરત શહેરમાં આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. આજે લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, નવસારીના એક યુવાને સિવિલ (Civil Hospital)ના F-2 વોર્ડ (F-2 Ward)માં ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું છે.
હાલ આ ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મૂળ નવસારીના રહેવાસી યુવાને સિવિલના F-2 વોર્ડમાં ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના વહેલી સવારે 5:30 પહેલા બની હતી. ડોક્ટરો અને પરિચારિકાઓ ઉંઘતા રહયા હતા.
ત્યારે નવસારીના આ યુવાને વહેલી સવારે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે, આપઘાત પાછળ ડોક્ટર અને પરિચારિકાઓની બેદરકારી કહી શકાય કે નહીં? આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, મયુર પટેલને પેટ(સ્વાદુ પિંડ) ખરાબ થઈ જતા સિવિલમાં દાખલ કરાયો હતો.
મયુરે સિવિલના F-2 વોર્ડમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો, જે ખરેખર ગંભીર બાબત છે. ત્યારે હવે આ અંગે ઘણા લોકોનું કહેવું છે કે, જવાબદાર વ્યક્તિ નાના કર્મચારીઓના માથે ડોસનો ટોપલો નાખી ઘટનાનું પડીકું વાળી દેશે. જયારે લોક પ્રતિનિધિઓએ તો આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી જ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!