ડિપ્રેશન ઘેરી વળ્યું / માતાની નજર સામે જ સુરતમાં ધોરણ-12ના વિદ્યાર્થીએ કોમ્પલેક્સની છત પરથી લગાવી છલાંગ, જુઓ પછી જે થયું એ અત્યંત ચોંકાવનારું

ટોપ ન્યૂઝ સુરત

તણાવમાં વિદ્યાર્થીઓના આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે સુરતના અડાજણના રાજહંસ વ્યુ કોમ્પ્લેક્સમાં હ્રદયદ્રાવક આપઘાતની ઘટના સામે આવી છે. ધોરણ-12ના વિદ્યાર્થીએ માતાની નજર સામે મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. કોમ્પલેક્સની છત પર ચડેલા વિદ્યાર્થીને માતા સાદ પાડે અને દીકરો સાંભળે તે પહેલાં જ નીચે કુદી પડતાં મોત થયું હતું. જથી હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં. પણ આપઘાત પાછળ પરીક્ષાના માનસિક તણાવ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

માતાએ બૂમ પાડી, પણ દીકરો કોમ્પ્લેક્સથી કૂદી ગયો
સુરતના અડાજણ વિસ્તારમાં રાજહંસ વ્યૂ કોમ્પ્લેક્સ આવેલો છે. આ કોમ્પ્લેક્સમાં શોર્યમન મનીષ અગ્રવાલ નામનો વિદ્યાર્થી ધોરણ 12 ની તૈયારીઓ કરી રહ્યો હતો. પરીક્ષા નજીક હોવાથી લાંબા સમયથી તે તણાવમાં હતો. ત્યારે ગુરુવારના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ તે લિફ્ટમાં બેસીને બિલ્ડીંગના અગાશી પર ગયો હતો. તેને ઉપર જતા જોઈને તેની માતાએ પણ તેની પાછળ દોટ લગાવી હતી. ઉપર આવ્યા બાદ માતાએ જોયુ કે, દીકરો બિલ્ડીંગ પરથી નીચે કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. માતાએ તેને બૂમ પાડીને આવુ ન કરવાનુ કહ્યુ હતું. પરંતુ માતા નજીક આવે તે પહેલા જ શોર્યમન ઉપરથી નીચે કૂદી ગયો હતો. આ જોઈને માતા હેબતાઈ ગયા હતા. દીકરો થોડે નજીક હોવા છતા તેઓ તેને બચાવી શક્યા ન હતા. આ જોઈને સ્થાનિકો દોડી આવ્યા હતા, અને શોર્યમનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ તપાસમાં શૌર્યમન ધોરણ-12નો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. તેને એક નાનો ભાઈ છે. જે ધોરણ-10માં અભ્યાસ કરે છે. પિતા રઘુકુળ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. મૂળ રાજસ્થાનના વતની છે. આપઘાત પાછળનું હાલ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એટલું જ નહીં, પણ મૃતકના કાકા IT ઑફિસના કર્મચારી હોવાનું પણ જાણવા મળ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *