પાકિસ્તાન કરે છે બાધવા ના ધંધા / એક જીત શું મળી કે ખુશીમાં પાગલ થઈ ગયા પાકિસ્તાન ના ગૃહમંત્રી, ભારતના મુસ્લિમો વિષે કહી દીધું આવું કે…. – જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

ટી-20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડ મુકાબલામાં પાકિસ્તાને ભારતીય ટીમને રવિવારે 10 વિકેટથી હરાવી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે. અત્યાર સુધી દરેક વખતે ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમ હારતી હતી. પરંતુ દુબઈમાં રમાયેલી મેચમાં બાબર આઝમના નેતૃત્વવાળી પાકિસ્તાની ટીમે વિરાટ સેનાને હરાવી દીધી.

  • ટી-20 વર્લ્ડ કપમાં દુબઈમાં પાકિસ્તાન સામે ભારતની ઐતિહાસિક હાર
  • બાબર આઝમના નેતૃત્વવાળી પાકિસ્તાની ટીમે વિરાટ સેનાને હરાવી
  • વર્લ્ડ કપમાં પાકિસ્તાન પ્રથમ વખત જીતતા ગૃહમંત્રીએ કર્યો બફાટ
  • પાકિસ્તાન ટીમ જીતતા ગૃહ મંત્રી ઉત્સાહિત બન્યાં

આ દરમ્યાન વિશ્વ કપમાં પહેલી વખત જીત મળતા પાકિસ્તાની ગૃહ મંત્રી શેખ રસીદમાં ઉત્સાહ છવાઈ ગયો. પાકિસ્તાન ટીમ જીત્યા બાદ તેમણે ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કર્યો. જેમાં ત્યાં સુધી કહી દીધુ કે ભારતના મુસ્લિમ સમુદાયની લાગણી પણ પાકિસ્તાન ટીમની સાથે હતી.

વિશ્વના મુસ્લિમ સમુદાયની લાગણી પાકિસ્તાન ટીમ પાસે: ગૃહ મંત્રી
ટીમ ઈન્ડિયા સામે પ્રથમ વખત વિશ્વ કપમાં જીત મળ્યા બાદ પાકિસ્તાન ઉત્સાહમાં આવી ગયુ છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન રશિદે એક મિનિટ 11 સેકન્ડનો વીડિયો અપલોડ કરી પાકિસ્તાન ટીમને અભિનંદન આપ્યાં છે. તેમણે કહ્યું, ટી-20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમને જીતવા બદલ હું હાર્દિક અભિનંદન આપુ છુ. જે રીતે પાકિસ્તાનની ટીમે ભારતીય ટીમને કારમી હાર આપી છે, તેને જોતા પાકિસ્તાને પોતાની વાત મનાવી છે. મને અફસોસ છે કે આ પ્રથમ ભારત-પાકિસ્તાન મેચ છે. જેમાં સમુદાયની જવાબદારીના કારણે ગ્રાઉન્ડમાં રમી શકાયુ નથી. પાકિસ્તાન ટીમ અને પાકિસ્તાની સમુદાયને હાર્દિક અભિનંદન.. હિન્દુસ્તાન સહિત આખા વિશ્વના મુસ્લિમ સમુદાયની લાગણી પાકિસ્તાન ટીમની પાસે હતી.

ભારત વિરુદ્ધ ક્રિકેટ વિશ્વ કપમાં પહેલી જીત મળતા જ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ જાણે ખુશીમાં પાગલ થઈ ગયા છે અને આ ગાંડપણમાં તેઓ વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે. ટી20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડ મુકાબલામાં પાકિસ્તાને રવિવારે ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવીને ખળભળાટ મચાવી દીધો. પાકિસ્તાનને વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતને હરાવવામાં સફળતા મળી છે. જેને લઈને ગૃહમંત્રી શેખ રશીદ ખુશીનોા કારણે જાણે પાગલ થઈ ગયા છે.

આ અંદાજમાં ટીમને આપી શુભેચ્છા
વિશ્વ કપમાં ભારત વિરુદ્ધ પહેલી જીત પર પાકિસ્તાની ગૃહમંત્રી શેખ રશીદે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો. પોતાના આ મેસેજમાં ભારતીય મુસલમાનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારતના મુસલમાનોની લાગણી પણ પાકિસ્તાન ટીમ સાથે હતી. રશીદે એક મિનિટ અને 11 સેકન્ડનો વીડિયો અપલોડ કરીને પોતાની ટીમને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે ભારત સહિત દુનિયાભરના મુસ્લિમોની લાગણી પાકિસ્તાની ટીમ સાથે હતી.

વધુ પડતું બોલી ગયા રશીદ
શેખ રશીદે કહ્યું કે હું પાકિસ્તાનની કોમને જીત પર શુભેચ્છા પાઠવું છું. જે પ્રકારે ટીમે હાર આપી છે તેને સલામ કરુ છું. આજે પાકિસ્તાને પોતાનો દમ દેખાડ્યો છે. મને અફસોસ છે કે આ પહેલી ભારત-પાકિસ્તાન મેચ છે જેને હું કોમી જવાબદારીઓના કારણે ગ્રાઉન્ડ પર જઈ જોઈ શક્યો નહીં. પરંતુ મે તમામ ટ્રાફિકને કહી દીધુ છે કે કન્ટેનર હટાવી દે જેથી કરીને લોકો ઉજવણી કરી શકે. પાકિસ્તાનની ટીમ અને કોમને આ જીત મુબારક, આજે આપણી ફાઈનલ હતી. હિન્દુસ્તાન સહિત દુનિયાના તમામ મુસલમાનોની લાહગણી પાકિસ્તાની ટીમ સાથે હતી. ઈસ્લામને ફતેહ મુબારક.

ઈમરાન ખાને જોઈ નહતી મેચ
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે યુએઈ પહોંચ્યા હતા પરંતુ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેમને પાછા બોલાવી લીધા હતા. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે રશીદને પાકિસ્તાનની હાલની સુરક્ષા સ્થિતિઓને પહોંચી વળવા માટે પાછા બોલાવવામાં આવ્યા હતા. વાત જાણે એમ છે કે પાકિસ્તાનમાં કટ્ટરપંથી સમૂહ તહરીર એ લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી)એ એલાન કર્યું હતું કે તે પોતાના પ્રમુખ હાફિઝ હુસૈન રિઝવીની નજરકેદ વિરુદ્ધ ઈસ્લામાબાદમાં એક મોટી માર્ચ કાઢશે. જેના કારણે શેખ રશીદને પાછા બોલાવવામાં આવ્યા.

પત્રકારના સવાલ પર ગુસ્સે થઈ ગયો હતો કોહલી 
આ હાર બાદ ભારતના કેપ્ટન વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સમાં ગયો અને ત્યાં એક પત્રકારના સવાલ પર ગુસ્સે થઈ ગયો હતો. આ પત્રકારે કોહલીને ટીમની પસંદગી અંગે પ્રશ્ન કર્યો, જેના પર કોહલી પહેલા ગુસ્સે થયો અને પછી પત્રકારને વિપરીત પ્રશ્ન પૂછ્યા પછી હસવા લાગ્યો અને હસ્યો અને માથું પકડી રાખ્યું. વાસ્તવમાં એક પત્રકારે કોહલીને સવાલ પૂછ્યો કે શું તે પ્લેઈંગ-11માં રોહિતની જગ્યાએ ઈશાન કિશનને જગ્યા આપી શક્યો હોત? આ અંગે કોહલીએ પત્રકાર પર જ આકરા પ્રહારો કર્યા હતા. કોહલીએ સૌપ્રથમ તો પત્રકાર સામે ટીખળભર્યા સ્વરમાં જોયું અને પછી હસીને જવાબ આપ્યો, “આ એક જોરદાર અને બહાદુર પ્રશ્ન છે, સાહેબ તમને શું લાગે છે? મેં તે ટીમ રમી જે મને શ્રેષ્ઠ લાગતી હતી. તમે શુ વિચારો છો, તમને શુ લાગે છે. શું તમે રોહિત શર્માને T20 ઇન્ટરનેશનલ ટીમમાંથી બહાર કરી દેવાય? તમે જાણો છો કે તેણે પાછલી મેચોમાં ભારત માટે શું કર્યું છે?”


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.