સોનાના ભાવમાં 0.05 ટકાનો ઘટાડો આવ્યો. ત્યારે ચાંદીની કિંમત 0.8 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે.
સોનાના ભાવમાં આજે 19 ડિસેમ્બર 2021એ એક વાર ફરી ઘટાડો નોંધવામાં આવ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.05 ટકાનો ઘટાડો આવ્યો. ત્યારે ચાંદીની કિંમત 0.8 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. તેવામાં જો ખરીદી કરવાનો પ્લાન બની રહ્યો છે તો આ સારી તક છે.
ઓક્ટોબર ડિલીવરી વાળા ગોલ્ડની કિંમત આજે 0.05 ટકાના ઘટાડાની સાથે 47, 890 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના કારોબારમાં ચાંદી 0.8 ટકા લપચી છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 61,221 રુપિયા છે.
વર્ષ 2020ની વાત કરીએ તો તેની સરખામણીએ MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ત્યારે ડિસેમ્બર વાયદા MCX અનુસાર આજે સોનુ 47, 890 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી 8310 રુપિયા સસ્તુ મળી રહ્યું છે.
જાણો શું છે સોના- ચાંદીનો ભાવ : ઓક્ટોબર ડિલીવરી વાળા ગોલ્ડની કિંમત આજે 0.05 ટકાના ઘટાડાની સાથે 47, 890 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના કારોબારમાં ચાંદી 0.8 ટકા લપચી છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 61,221 રુપિયા છે.
વૈશ્વિક વલણને લીધે સોનાની કિંમતો લગભગ સ્થિર છે. MCX પર ગોલ્ડ ફ્યૂચર્સ 0.15 ટકાની મજબૂતીની સાથે 48,000 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. ત્યારે સિલ્વર ફ્યૂચર્સ 0.24 ટકાની મજબૂતીની સાથે 61,665 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. એક દિવસ પહેલા સોનું 1 ટકા એટલે કે 550 રુપિયા પ્રતિ 10 ગ્રામ મજબૂત થયુ હતુ. ત્યારે ચાંદી 0.73 ટકા એટલે કે 444 રુપિયા પ્રતિ કિલો ગ્રામ તેજ થઈ હતી.
ઓમિક્રોનના મામલા વધવાથી સોનું સ્થિર : વૈશ્વિક બજારોની વાત કરીએ તો દુનિયાભરમાં ઓમીક્રોનના મામલા વધવાના કારણે સોનું 1783.91 ડોલર પર સ્થિર બનેલો છે. રોકાણકાર આ મહિનામાં પોલિસીમેકર્સની બેઠકમાં ફેડની સંપત્તિઓની ખરીદીમાં ઘટાડો તેજ કરવાની આશા રાખી રહ્યા છે. શુક્રવારે જારી યૂએસ ઈમ્પોયમેન્ટ ડેટાથી નવેમ્બરમાં ખાસી અછતની જાણ થઈ રહી છે.
હાજર ચાંદી અને પ્લેટિનમ પણ મજબૂત : અન્ય કિંમતી ધાતુઓમાં હાજર ચાંદી 0.3 ટકા મજબૂતીની સાથે 22.57 ડોલર પ્રતિ ઓંસ, જ્યારે પ્લેટિનિયમ 0.8 ટકા મજબૂત થઈ 939.78 ડોલર થઈ ગઈ છે.
જો ચાંદી 22.42 ડોલરથી નીચે તુટે છે તો 22. 21 ડોલરના સ્તર પર આવી શકે છે : મોઈગોલ્ડ કાર્ટમાં ડાયરેક્ટર વિદિત ગર્ગે કહ્યું કે રોજગારના આંકડા બાદ જોબ માર્કેટમાં થોડીક સમસ્યા સામે આવ્યા અને નવા વાયરસના વધારે ફેલાયાની આશંકાના ચાલતા શુક્રવારે સોના પોતાના નીચલા સ્તરથી લગભગ 20 ડોલક મજબૂત થઈ ગયું હતુ. જો કે ઉપરની તરફનો વધારો મર્યાદિત છે. કેમ, કે ફેડના અધિકારીઓનું આક્રમક રુપ યથાવત છે. આ અઠવાડીએ તેજી માટે 1789-1815 ડોલર પ્રતિ રોધ મળશે. ત્યારે 1767,1754 ડોલર પર સપોર્ટ મળી શકે છે. તેમણે કહ્યું કે જો ચાંદી 22.42 ડોલરથી નીચે તુટે છે તો 22. 21 ડોલરના સ્તર પર આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!