આવી કેવી ચોરી? / બારડોલીમાં 8 તસ્કરોએ ગોડાઉનમાંથી સોનુ-ચાંદી નહિ પરંતુ આટલા લાખની ‘વિમલ’ ગુટકા તડફાવીને લઈ ગયા : જુઓ LIVE વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

કડોદરા ચાર રસ્તા નજીક આવેલા જયઅંબે ટ્રેડર્સના ગોડાઉનમાં મળસ્કે 8 જેટલા તસ્કરો ત્રાટકયા હતા. ગોડાઉનની બહાર બેસેલા વોચમેનને તસ્કરો બંધક બનાવી માર મારી રૂ. 10.50 લાખના વિમલ ગુટકાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના ગોડાઉનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. ( ચોરીનો LIVE વિડિઓ નીચે આપેલો છે )

સુરત જિલ્લામાં તસ્કરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેમ રોજ ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તસ્કરો સોના, ચાંદી તેમજ રોકડ તો ઠીક, પરંતુ હવે લાખો રૂપિયાના વિમલ-ગુટકાની પણ ચોરી કરી રહ્યા છે. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરોના તરખાટ બાદ ચલથાણ ખાતે બે દિવસ પહેલાં તસ્કરો ચોરીના ઇરાદે ત્રાટક્યા હતા.

બાદમાં તેઓ ફરી કડોદરા પંથકને જ નિશાન બનાવી લાખોની મત્તાના વિમલ ગુટકાની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. કડોદરા ચાર રસ્તા નજીક નીતિનકુમાર ગમનલાલ મોદીની જયઅંબે ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે, જેની નજીકમાં જ તેમનું ગોડાઉન પણ આવેલું છે. એ ગોડાઉનને તસ્કરોએ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ નિશાન બનાવ્યું હતું, 8 જેટલા તસ્કર ગોડાઉન નજીક આવ્યા હતા.

દરમિયાન ગોડાઉનની બહાર ફરજ બજાવતા વોચમેન દલ બહાદુર સિંહે તસ્કરોને પૂછ્યું કે ગાડી શા માટે અહીં ઊભી કરી છે, જેથી તસ્કરોએ વોચમેનને બંધક બનાવી માર મારી કોથળામાં બાંધીને ભરી દીધો હતો તેમજ એક કારમાં વોચમેનને લઈ જઈ ઉંભેળ ગામની સીમમાં ધક્કો મારી ફેંકી દેવાયો હતો.

બાદમાં ગોડાઉનમાં પ્રવેશી 42 બોરી અને 25 છૂટક પેકેટ વિમલ ગુટકાની તસ્કરો ચોરી કરી ગયા હતા. જયઅંબે ટ્રેડર્સના માલિકે સવારે આવીને જોતાં ગોડાઉનમાંથી રૂ. 10.50 લાખના વિમલ ગુટકાની ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. તેમણે તાત્કાલિક કડોદરા GIDC પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/08/05/11-bardoli-bolo-juba-kesri-sahilnew_1659701894/mp4/v360.mp4 )

ગોડાઉનમાં વિમલ ગુટકાની ચોરી કરવા આવેલા 3 તસ્કરો ગોડાઉનમાં મૂકેલી બોરીઓને ઉઠાવી બહાર મૂકેલા વાહનમાં ભરવા લાગ્યા હતા. 42 બોરી પૈકી 5થી 6 બોરી તસ્કરો ગોડાઉનની બહાર લઈ ગયા બાદ એક તસ્કરની નજર ગોડાઉનમાં લાગેલા CCTV કેમેરા પર પડી હતી. તે તસ્કરે બહારથી લાકડી લાવી કેમેરાને ઊંચો કર્યા બાદ ચોરીની ઘટનાને બિનધાસ્તપણે અંજામ આપ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *