કોણે ડહોળી ગુજરાતની શાંતિ / રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાને 24 કલાક થયા છતાં અગ્નિ જેવી સ્થિતિ, જુઓ આટલા શખ્સો સામે ગુનો દાખલ, જુઓ વીડિયોમાં LIVE અત્યારનો માહોલ

ટોપ ન્યૂઝ ગુજરાત

હિંમતનગરમાં પગ મૂકતાં જ હવામાં રહેલો અકળાવનારો ધુમાડો શ્વાસમાં ગયા વિના ન રહે. આ ધુમાડો તમને એ અહેસાસ જરુર કરાવી દે કે કાંઈક અજુગતું હજી હમણાં જ થયું છે. આમ તો રામનવમીની શોભાયાત્રા પરના પથ્થરમારા અને આગચંપીને 24 કલાક વીતી ગયા છે. પરંતુ વાતાવરણમાં તો હજી પણ એ જ ઉચાટ અને અકળાવનારી ગંધ છે.

ગઈકાલની હિંસામાં સાબરકાંઠાના એસપી સહિત 10 પોલીસકર્મી ઘવાયા છે. બીજી તરફ, RAF ( રેપિડ એક્શન ફોર્સ)ની ટીમ હિંમતનગર પહોંચી ગઈ છે, જેણે પેટ્રોલિંગ શરુ કરી દીધું છે. હાલમાં શહેરના વિસ્તારોમાં 144ની કલમ લાગુ છે જ્યારે હસનનગર, જૂના બજાર ન્યાય મંદિર, પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ જ છે. એ ઉપરાંત 39 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે અને 700 લોકોનાં ટોળાં સામે સંપત્તિને નુકસાન પહોંચાડવાની ફરિયાદ દાખલ કરાઈ છે.

શહેરમાં રાયોટિંગ અને ગુનાહિત ષડયંત્રની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હિંમતનગર A ડિવિઝન , B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 700થી વધુનાં ટોળાં સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે 3 અલગ અલગ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના છાપરિયા વિસ્તારમાં અશરફનગર કસબા, ઈમામવાડા અને વણઝારા વાસમાં પથ્થરમારા સાથે તોડફોડ કરાઈ હતી. ઘર્ષણની ઘટનામાં 39 શખસ સામે નામજોગ અને 700થી વધુનાં ટોળાં સામે ડેમેઝ ટુ પબ્લિક પ્રોપર્ટી એટલે કે સંપત્તિને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાઈ છે.

હિંમતનગરના DCP વિશાલ વાઘેલાએ કહ્યું હતું કે ગઈકાલે રામનવમીની શોભાયાત્રામાં જે આગજની અને પથ્થરમારાના બનાવો બન્યાં હતાં. એ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ તોડફોડના બનાવો બન્યા હતા. આ ઘટનામાં અલગ અલગ એફઆઈઆર થયેલી છે. અમે હાલમાં શહેરમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.

ગાંધીનગર ખાતે મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ DGP આશિષ ભાટિયા, IBના ચોગ અનુપમ ગેહલોત, લો એન્ડ ઓર્ડર ચીફ સાથે સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ પાસેથી આ બનાવ કઈ રીતે બન્યા,બંદોબસ્ત કઇ રીતનો હતો અને આગળ આ પ્રકારની ઘટના ન બને ઓ માટે કયા પ્રકારનું આયોજન છે એ અંગે ચર્ચા કરી હતી. DGP આશિષ ભાટિયાએ કહ્યું હતું કે હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરી અમુક લોકોને રાઉન્ડઅપ કર્યા છે.

( વિડિઓ 01 : https://videos.bhaskarassets.com/2022/04/11/4-himmatnagar-live-harish_1649662967/mp4/v360.mp4 )

દ્વારકામાં કેસરી ઝંડો સળગાવનાર અસામાજિક તત્વોને કડક સજા થાય તેવી માંગ સુન્ની મુસ્લિમ આમ જમાત દ્વારા કરાઈ છે. તેમણે જણાવ્યું છે કે, હિન્દૂ મુસ્લિમ એકતા જળવાય રહે તે જરૂરી છે, જે વ્યક્તિએ ઝંડો સળગાવ્યો છે, તે તેનો વ્યક્તિગત મામલો હતો. સુન્ની મુસ્લિમ સમાજ ક્યાંય આ ઘટનામાં સંકળાયેલો નથી. સુન્ની મુસ્લિમ જમાતે ઘટનાને વખોડી આરોપીને યોગ્ય કાયદાકીય સજા મળે તેવી માંગ કરી છે. સમાજના લોકોએ સાથે મળી હિન્દૂ મુસ્લિમ સમાજની એકતા જળવાય રહે તે હેતુથી લેખિત જવાબ જાહેર કર્યો છે.

( વિડિઓ 02 : https://www.facebook.com/watch/?v=384883036833572 )

ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું છે કે ખંભાતમા રાયોટીંગના બે ગુના દાખલ કરીએ છીએ. ત્યા પણ ડીઆઈજી કક્ષાના અધિકારી તૈનાત છે. આખા રાજ્યમા જરૂર પગલા લેવા સુચના અપાઈ છે. ખંભાતમા એક વ્યક્તિના મોત અંગે મર્ડરનો ગુનો નોધાશે. સોશિયલ મીડિયામા ખોટી માહિતી હશે તો તેને હટાવવાની કામગીરી કરીએ છીએ. આ મામલે ગુનો પણ દાખલ કરાશે. હવે સાયબર ક્રાઇમ આ મામલે નજર રાખી રહ્યું છે.

( વિડિઓ 03 : https://youtu.be/BiHiMpF0VF0 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.