તહેવારોમાં જનતા પર કડક નિયંત્રણો, રાજકીય મેળાવડામાં નહીં – જુઓ ઉત્તરાયણ પેહલા ગુજરાત સરકારે જાહેર કર્યા અનેક પ્રતિબંધો, વાંચીલો નહીંતર ભરાતા વાર નઈ લાગે

ગુજરાત ટોપ ન્યૂઝ

ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. જે અંગે લોકો જણાવી રહ્યા છે કે નિયમો આવકાર્ય પણ કોરોના-ડીજેને શું સંબંધ?

રાજ્યમાં કોરોના વકરતા સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે હવે ઉત્તરાયણનો પર્વ નજીક આવતા કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકારે ઉત્તરાયણને લઇને કેટલાક નિયમો પણ બનાવ્યા છે. આ વર્ષે ઉત્તરાયણ તો ઉજવી શકાશે પરંતુ કોઇ સગા સબંધી કે મિત્રોને આમંત્રણ નહી આપી શકાય. આ દિવસે પોતાના ઘરના સિવાય બહારના કોઇ પણ લોકોને પ્રવેશ આપવામાં ન આવે તેવી સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. તો વળી ધાબા પર ડીજે અને મ્યુઝિક સિસ્ટમ પણ નહી વગાડી શકાય. આ નિયમો અંગે મહાનગરોમાં સ્થાનિકોનો શું અભિપ્રાય છે તે જાણવાનો વીટીવી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો આ નિયમો આવકારી રહ્યા છે તો કોઇ કહી રહ્યું છે કે ડીજે વગર તો પતંગ ચગાવવાની મજા ન આવે.

બે દિવસ બાદ ઉત્તરાયણ(Uttarayan)નો તહેવાર આવી રહ્યો છે અને તેને કારણે પતંગ રસિકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેટલાય લોકોએ અત્યારથી જ ઉતરાયણની તડામાડ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પરંતુ ઉત્તરાયણના દિવસે જો આ નિયમો ભૂલ્યા તો સીધું જ પોલીસ સ્ટેશનમાં જવું પડી શકે છે. એટલે ધાબા પર પતંગ ચગાવતા પહેલા ચડો તો આ નિયમો તમારા માટે વાચવા ખુબ જ જરૂરી છે.

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ પર કેટલાય કડક નિયમો લગાવી દેવામાં આવ્યા છે કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આગામી ઉત્તરાયણના તહેવાર માટે કડક માર્ગદર્શિકા બહાર પાડીને પતંગ ચગાવવા માટે જાહેર સ્થળો, રસ્તાઓ અને ખુલ્લા મેદાનોમાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પતંગ ઉડાડવા માટે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, કોઈપણ જાહેર સ્થળ, ખુલ્લા મેદાનમાં કે રસ્તા પર પતંગ ઉડાડવા માટે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ધાબા પર કે સોસાયટીમાં ડીજે અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે. ઉત્તરાયણની ઉજવણી દરમ્યાન પતંગ રસિયાઓએ નિયમોનુ પાલન કરવું ખુબ જ જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તહેવાર દરમિયાન પોલીસ સ્ટેશન જવાનો વખત આવી શકે છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 હજાર 97 કોરોના કેસ નોંધાયા હતા. જયારે 1539 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 2 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. તો રાજ્યમાં ઓમિક્રોનના વધુ 28 કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. રાજ્યમાં કુલ 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં 1923 કેસ કોરોના કેસ, સુરતમાં 1892 કેસ, વડોદરામાં 470 કેસ, રાજકોટમાં 249 કેસ, ગાંધીનગરમાં 195 કેસ, ભાવનગરમાં 108 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 3.82 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

વડોદરા વાસીઓ સરકારની આ ગાઇડલાઇનથી ખુશ છે. તેઓ એકબીજાના ઘરે ન જવાના નિર્ણયને આવકારી રહ્યા છે. કોરોના સંક્રમણને ઘટાડવા આ નિયમો બરાબર ગણાવે છે પરંતુ વડોદરાના યુવાનોનો સવાલ છે કે કોરોના અને ડીજે શું સંબંધ. યુવાનોનું કહેવુ છે કે ધાબા પર ડીજે વગાડવા માટે સરકારે પરવાનગી આપવી જોઇએ. મ્યુઝિક મસ્તી સાથે ઉત્તરાયણ ઉજવવાની મજા કંઇક ઓર છે. જેથી આ વર્ષે મ્યુઝિક વગરની ઉત્તરાયણ ફિક્કી લાગશે તેમ વડોદરાવાસીઓ જણાવે છે.

ઉતરાયણને લઈને ગુજરાત સરકારે SOP જાહેર કરી છે તે ચોક્કસથી બાધારુપ નીવડશે તેવુ રાજકોટવાસીઓ જણાવી રહ્યા છે. રાજકોટવાસીઓ પણ માને છે કે સોસાયટીમાં બહારના લોકોને પ્રવેશ આપવામાં ન આવે તે નિયમ ખરેખર લાભદાયી છે પરંતુ ડીજે વગર ઉત્તરાયણની મજા નહી રહે. મ્યુઝિક વગર ઉત્તરાયણની મજા નહી આવે તેમ રાજકોટ વાસીઓએ જણાવ્યુ હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.