પોલીસનું માસ્ક પેહરીને દાદાગીરી / સુરત BRTS બસમાં મસ્તી કરતા વિદ્યાર્થીને ડ્રાઈવરે નજીવી બાબતમાં ઝીંકી દીધા લાફા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

માર મરાતો હોવાનો વીડિયો વિદ્યાર્થીઓએ ઉતારી લઈ વાઈરલ કર્યો

સુરત (Surat) ના પરવત પાટિયા (Parvat Patiya) માં આવેલા BRTS બસ સ્ટેન્ડ પર એક ડ્રાઈવરે વિદ્યાર્થીને થપ્પડ અને મુક્કા માર્યાનો વીડિયો વાયરલ થયો છે. આટલું જ નહીં ખાલી સમયમાં બસમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને રોકીને નીચે ઉતારવામાં આવ્યા હતા. વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, BRTS ના બસ ડ્રાઈવરે પોલીસનું માસ્ક પહેરી રહ્યું હતું અને વિદ્યાર્થીને લાફા ઉપર લાફા મારી રહ્યો હતો.

ડ્રાઈવરે મને માર્યો- વિદ્યાર્થી
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમારો મિત્ર પોતાની ભૂલ સ્વીકારી રહ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે. તેમ છતાં બસનો જવાબદાર ડ્રાઇવર વિદ્યાર્થીને લાફા અને મુક્કા મારી રહી રહ્યો છે. વિદ્યાર્થી નુકશાનના પૈસા આપવા પણ તૈયાર હતો. છતાં ડ્રાઇવર માસુમ વિદ્યાર્થી પર તૂટી પડતો હોય એ સ્પષ્ટ વીડિયોમાં દેખાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ બસમાં જ પોતાની જિંદગી જીવી લેતા હોય છે. ગીત ગાવા, મસ્તી કરવી અને મિત્રો સાથે થોડી વાર્તા લાપ કરવો, પણ જોર જોરમાં વાત કરતા વિદ્યાર્થીઓના ઘોંઘાટથી ડ્રાઇવરે પર્વત પાટિયા BRTS બસ ઉભી રાખી વિદ્યાર્થીઓને જબજસ્તી ઉતારી દેવા એ કેટલું યોગ્ય કહી શકાય.

મોટાભાગના વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરે છે. થોડીવાર ગીતો ગાતા, મોજ-મસ્તી કરતા અને મિત્રો સાથે ગપસપ કરતા, પરંતુ વિદ્યાર્થીઓ સાથે ઊંચા અવાજે વાત કરી ડ્રાઇવરે વિદ્યાર્થીઓને પરવટ પાટિયા BRTS પર દરેક વિદ્યાર્થીઓને નીચે ઉતારી દેવું કેટલું યોગ્ય છે?

ડ્રાઇવર અને વિદ્યાર્થીઓની અથડામણમાં બસનો કાચ તૂટી ગયો હતો. વિદ્યાર્થીઓ આ માટે સંમત થયા હતા. વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો ન હતો. ડ્રાઈવર અને તેના સાથી પાસે પોલીસના માસ્ક અને દંડા પણ હતા. તેનો સંપૂર્ણ લાઈવ વિડિયો પણ છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે જે વિદ્યાર્થીએ લાફા ખાધા છે તેને ન્યાય મળવો જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *