વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ / ગ્રીષ્મા હત્યા કેસ બાદ વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઇને તાલીમ શરૂ, જુઓ કોલેજ સંચાલકો અને પોલીસ થકી કરાશે આ મોટું કાર્ય

ટોપ ન્યૂઝ સુરત

મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ અસુરક્ષિત હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજ્યભરમાં અલગ-અલગ શહેરોમાં જે પ્રકારે યુવતીઓની અને ખાસ કરીને વિદ્યાર્થિનીઓની છેડતી થવાની ઘટનાઓને કારણે હવે ફરી એકવાર તેમની સુરક્ષાનો પ્રશ્ન મોટો બન્યો છે. સડકછાપ ટપોરીઓ છેડતી કરનારા અસામાજીક તત્વોથી વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ કેવી રીતે બચી શકે તેના માટે હવે શાળા-કોલેજના સંચાલકો અને પોલીસ સતર્ક થઇ છે. ધારુકાવાળા કોલેજ ખાતે આજે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ધારુકાવાલા કોલેજ ખાતે આજથી 5 દિવસ માટે ટ્રેનિંગ સેશન શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસના માર્ગદર્શન હેઠળ એક્સપર્ટ લોકો દ્વારા વિદ્યાર્થિનીઓને પોતાનો બચાવ કેવી રીતે કરી શકાય તે અંગેની શારીરિક તાલીમ આપવામાં આવશે. જેમાં યુવતીઓ કેવી રીતે પોતાનો બચાવ કરી શકે તેના માટેની શારીરિક રીતે સશક્ત થવાથી લઈને પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે સ્વબચાવ કરવો તેની સમજ આપવામાં આવી છે. આપણી આસપાસના લોકોની ઝડપથી ઓળખ કરીને તેમનાથી પોતે કેવી રીતે સુરક્ષિત જે તે સમય થઈ શકાય તેના માટેની માનસિક તૈયારી કેવી રીતે કરવી તેની સમજણ આપવામાં આવી છે. પાંચ દિવસ સુધી આ પ્રકારે વિદ્યાર્થિનીઓને શારીરિક અને માનસિક સ્તર મજબૂત થવા માટેની પ્રશિક્ષણ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અજય તોમર હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે પોલીસ દ્વારા સુરત શહેરની તમામ વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ સુરક્ષિત થાય તે પ્રકારનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. સુરક્ષા સેતુ અંતર્ગત શહેરની તમામ કોલેજોમાં સ્વરક્ષા માટે વિદ્યાર્થિનીઓને તાલીમબધ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થિનીઓ અને પોલીસ વચ્ચે યોગ્ય રીતે સંવાદ થાય તેના માટે અમારી shee ટીમ કાર્ય કરશે. અમારી અભયમ 181 સેવાને લઈને પણ વિદ્યાર્થિનીઓને જાગૃત કરવામાં આવશે. એક્સપર્ટ લોકો દ્વારા વિદ્યાર્થિનીઓને શારીરિક રીતે તૈયાર કરવા માટેની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. શહેર વધુ સુરક્ષિત બને અને તેમાં વિદ્યાર્થિનીઓ, યુવતીઓ પણ સુરક્ષિત થાય તેવા હેતુથી પોલીસ આગામી દિવસોમાં કામ કરશે. કોરોના સંક્રમણ કાળને કારણે ઘણા સમયથી શાળા-કોલેજો બંધ હતી હવે શરૂ થતાની સાથે જ અમે આ કામગીરી વધુ તેજ ગતિથી આગળ વધારીશું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *