RRB-NTPCના રિઝલ્ટમાં કૌભાંડના વિરોધમાં યુપી-બિહારના વિદ્યાર્થીઓનું પ્રદર્શન બુધવારે પણ ચાલુ રહ્યું હતું. ગયા જંક્શન પર ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ ટ્રેનમાં આગ લગાવી હતી. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા. જહાનાબાદ, સમસ્તીપુર, રોહતાસ સહિત ઘણી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પર આવીને નારેબાજી કરતા હતા. પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓના કારણે રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વિદ્યાર્થીઓનું હિંસક પ્રદર્શન જોતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બપોરે સાડા ત્રણ લાગે પ્રેસ કોન્ફરસન્સ કરે તેવી શક્યતા છે.
1.26 કરોડ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે અરજી કરી હતી
NTPC પરીણામને લઈને ઉત્તરપ્રદેશ અને બિહારમાં ઉમેદવારોના વ્યાપક વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે મોટો નિર્ણય લીધો છે. રેલ મંત્રાલયે હાલ NTPC અને લેવલ વન પરીક્ષા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત રેલ મિનિસ્ટ્રીએ એક હાઈ પાવર કમિટીની નિમણૂક પણ કરી છે.
આ કમિટી પરીક્ષામાં પાસ અને નાપાસ થયેલા ઉમેદવારોની ફરિયાદો સાંભળશે અને તેનો રિપોર્ટ રેલ મિનિસ્ટ્રીને આપશે. ત્યાર પછી રેલ મંત્રાલય આગળનો નિર્ણય કરશે. દેશભરમાંથી 1.26 કરોડ વિદ્યાર્થીઓએ આ પરીક્ષી માટે અરજી કરી હતી.
ગઇ કાલે મંગળવારે પણ આરા-સાસારા પેસેન્જર ટ્રેનને પણ આગ લગાવી હતી
ઉલ્લેખનીય છે કે, બિહારમાં વિદ્યાર્થીઓનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓએ ગઇ કાલે મંગળવારે પણ આરા-સાસારા પેસેન્જર ટ્રેનને આગ લગાવી હતી. એટલું જ નહીં પરંતુ રેલવે સ્ટેશન પર વિદ્યાર્થીઓએ ભારે ઉત્પાત મચાવ્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદથી અહીં તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
ચારેકોર અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. રેલવેની ગ્રુપ ડી અને એનટીપીસી પરીક્ષાની પેટર્ન બદલાતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે, વિદ્યાર્થીઓએ રેલવેને જાહેર કરેલું નોટિફિકેશન પરત ખેંચી લેવાની માંગણી કરી છે. આ વાતને લઈને વિદ્યાર્થીઓએ સોમવારનાં રોજ ભારે હાહાકાર મચાવ્યો હતો.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://wetransfer.com/downloads/f3e4651a4bfe169e9a294ee7b7d2b47f20220126093732/93c5979a480460b095133ad3fe06c64d20220126093732/d245fb)
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://wetransfer.com/downloads/4dc6d28af0b0c3c990b73fe7b0e11a2c20220126094008/c7e0274abf4f1d3123f664d937a35a9320220126094008/ae99c6 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!