હલકો શિક્ષક / શિક્ષણના ધામમાં જ વિદ્યાર્થીનીઓ અસુરક્ષિત, શિક્ષક મોકલતો અશ્લીલ મેસેજ, વારંવાર શરીરને સ્પર્શ કરતો અને એવા કાંડ કરતો કે જાણીને તમારું લોહી ઉકળશે

અમદાવાદ ટોપ ન્યૂઝ

શિક્ષણના ધામને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત સેંટ ઝેવિયર્સ સ્કૂલ એક મોટા વિવાદમાં આવી છે. પીટી શિક્ષકે શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે. જેમાં ધોરણ-9ની વિદ્યાર્થીનીઓને શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર આઈ લવ યુ, આઈ મિસ યુ લખી મેસેજ કર્યા હોવાની માહિતી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

રવિરાજ ચૌહાણ નામના પીટીના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને બીભત્સ મેસેજ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. વિદ્યાર્થિનીઓને બીભત્સ મેસેજ કરનાર શિક્ષક વિરુદ્ધ વાલીઓ અને વિદ્યાર્થિનીઓએ સ્કૂલ સત્તાધીશોને ફરિયાદ કરી હતી. સ્કૂલમાં ફરિયાદ કરવા છતાં શિક્ષક સામે કોઈ પગલાં નાં લેવાતા આખરે વાલીઓએ હલ્લાબોલ કર્યો હતો.

ત્યારબાદ સ્કૂલમાં વાલીઓએ રજૂઆત કરતા આખરે શિક્ષક વિરુદ્ધ તપાસ માટે કમિટી બનાવાઈ હતી. આ ઘટના સંદર્ભે વિદ્યાર્થિનીઓએ કહ્યું કે, રવિરાજસિંહ શિક્ષક હોવાને કારણે અમે તેમને મેસેજનાં રીપલાય આપ્યા હતા. જો કે થોડા સમય બાદ રવિરાજસિંહે બીભત્સ મેસેજ કરવાની શરૂઆત કરી હતી.

જેમાં તેમણે સેલ્ફી મોકલ, સેન્ડ મી યોર હોટ પીક્સ, તને મળવું છે, આઇ લવ યુ, આઇ મિસ યું જેવા મેસેજ રવિરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા હતા. પીટી શિક્ષક માત્ર વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામ પર અશ્લિલ મેસેજ જ કરતો નહોતો, પરંતુ ક્લાસમાં અવારનવાર વિદ્યાર્થિનીઓના શરીરને સ્પર્શ કરી લેતો હતો.

વિદ્યાર્થિનીઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ મેદાનમાં રમતા હોઇએ અથવા કસરત કરતા હોઈએ એવા સમયે પણ તેઓ છોકરીઓને સતત જોતા રહેતા હતા. રવિરાજસિંહની આવી હરકતનાં કારણે અમે ટ્રોમામાં આવી ગયા અને સ્કૂલે આવતા પણ ડરતા હતા.

અન્ય એક વિદ્યાર્થીનીએ કહ્યું કે, જ્યારે ધોરણ 9નાં વર્ગ શરૂ થયા એના એક મહિના બાદથી જ રવિરાજસિંહ દ્વારા મેસેજ ઈન્સ્ટાગ્રામમાં આવવાની શરૂઆત થઈ હતી. તેઓ અમને ફોટા પર અલગ અલગ ઇમોજી મોકલી બીભત્સ મેસેજ કરતા હતા.

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વાલીઓએ પીટીનાં શિક્ષક વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા માગ કરી હતી. વાલીઓએ કહ્યું કે, વિદ્યાર્થિનીઓએ સ્કૂલના પ્રિન્સિપાલને પહેલા ફરિયાદ કરી હતી, એ પછી પણ કોઈ પગલાં લેવાયા નહોતા. રવિરાજસિંહ દ્વારા અગાઉ પણ બીભત્સ મેસેજ વિદ્યાર્થિનીઓને કરવામાં આવતા રહ્યા છે.

વાલીએ જણાવ્યું હતું કે, મારી દીકરીને છેલ્લા 3 મહિનાથી હેરાન કરાતી હતી. રવિરાજસિંહ સામે પોલીસ ફરિયાદ કરવાની વાલીઓએ માંગ કરી છે. તો બીજી તરફ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના મેનેજર ફ્રાન્સિસ મેકવાને જણાવ્યું હતું કે, 3 થી 4 છોકરીએ શિક્ષક સામે ફરિયાદ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર રવિરાજસિંહે બીભત્સ મેસેજ કર્યા એ અંગે અમને જણાવ્યું હતું. અમે ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી બનાવી છે, તેના રિપોર્ટ બાદ અમે શિક્ષક સામે કાયદાકીય પગલાં લઈશુ.

વાલીઓએ જણાવ્યુ છે કે જો સ્કૂલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો વાલીઓ સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવશે. આ સમગ્ર મામલે હાલમાં સ્કૂલ કમિટીએ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે આ ટીચર વિરુદ્ધ વર્ષ 2017માં પણ ગંભીર આક્ષેપ થયા હતા. હાલ ઘટનાની ગંભીરતાને જોતા વાલીઓ શિક્ષક સામે કાર્યવાહીની માગ કરી છે.

વાલીઓએ જણાવ્યુ છે કે જો સ્કૂલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો વાલીઓ સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવશે. આ સમગ્ર મામલે હાલમાં સ્કૂલ કમિટીએ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે આ ટીચર વિરુદ્ધ વર્ષ 2017માં પણ ગંભીર આક્ષેપ થયા હતા. હાલ ઘટનાની ગંભીરતાને જોતા વાલીઓ શિક્ષક સામે કાર્યવાહીની માગ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.