કોલેજમાં ચાલતી હતી સેક્સ પાર્ટી, વિદ્યાર્થીઓ લેતા હતા ડ્રગ્સ, જુઓ અચાનક થયું એવું કે સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલી એક મેડિકલ કોલેજમાં હાલમાં જ થર્ડ ઈયરની વિદ્યાર્થીના મોતના મામલે પોલીસે 9 છોકરીઓ અને 9 છોકરાઓ વિરુદ્ધ FIR નોંધી છે. મામલામાં સીકર નિવાસી મૃતક વિદ્યાર્થિનીની પરિવારના લોકોએ ફરિયાદ નોંધાવી હતી. કેસ નોંધ્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

તો વળી વિદ્યાર્થિનીની માતાએ પોતાની ફરિયાદમાં કેટલાય સનસનીખેજ ખુલાસા કર્યા છે. મૃતક છોકરીની માતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે, જે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, તેમની સાથે મારી દિકરી લક્ષ્મીને સેક્સ અને ડ્રગ્સ પાર્ટી માટે ઝઘડો થયો હતો. તે એ લોકો સાથે આવી પાર્ટીમાં સામેલ થવા માગતી નહોતી.

મારી દિકરીએ પાર્ટીમાં સામેલ થવાની ના પાડતા તેમની હત્યા કરી નાખી છે. લક્ષ્મીની માતાએ જણાવ્યું છે કે, 11 એપ્રિલના રોજ ઘરે ફોન આવ્યો હતો અને ફોન કરીને કોઈએ તેને ધમકાવી હતી. તેના પર લક્ષ્મીએ ભાઈની સામે ફરી વાર ફોન નહીં કરવાની ચેતવણી આપી હતી.

તેના થોડા સમય બાદ લક્ષ્મીનો ફોન ભાઈ પાસે ગયો અને લક્ષ્મીએ કહ્યું હતું કે, તે કોઈને પણ આ વાત કહે નહીં, નહીંતર તેની સાથે સારુ નહીં થાય. લક્ષ્મીની માતાએ આગળ જણાવ્યુ હતું કે, તેના થોડા દિવસ બાદ એટલે કે, 17 એપ્રિલના રોજ લક્ષ્મીની બહેનપણીના નંબર પરથી લક્ષ્મીને ફોન આવ્યો અને તેને જાનથી મારી નાખવાની ધમકી મળી.

આ બધી વાત લક્ષ્મીએ પોતાની માતાને જણાવી અને કહ્યું કે, તે જયપુરથી સીકર પોતાના ઘરે જવા માગતી હતી. પણ ષડયંત્ર રચીને તેને રોકી દેવામાં આવી અને 19 તારીખે પ્રેક્ટિકલ હોવાનું બહાનું બનાવી લીધું.

જ્યારે તે પરિવાર સાથે વાત કરીને તે સીકર જવાના નિકળી રહી હતી. જેના થોડા કલાકો બાદ તેનું મોત થઈ ગયું. પરિવારનો આરોપ છે કે, ખાલી અડધી કલાકમાં જ બધું થઈ ગયું અને હોસ્પિટલમાં દિકરીનું મોત થઈ ગયું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.