સ્ટંટબાજને જાહેર રોડ પર સ્ટંટ કરવા મોંઘા પડ્યા, જુઓ વિડિઓ વાઈરલ થતા પોલીસે એવી હાલત કરી કે…. – જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ

જીવના જોખમે સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે બરાબરનો યુવકને રોડે ચડાવ્યો હતો. જોકે, યુવકના આ સ્વેગને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સ્ટંટ જેટલો મજેદાર છે તેટલો જ સ્ટંટ કરનાર વ્યક્તિ વધુ મજેદાર અને રસપ્રદ હોય છે.

તમે જોઈ શકો છો કે બાઇક સ્ટંટ કરતો આ યુવકે ચશ્મા પહેરેલા છે, અને માથે લાલ ટોપી પહેરેલી છે. તેનો આ વીડિયો વાયરલ થતા પોલીસે ૪૨૦૦ નો દંડ ફટકાર્યો હતો. વાયરલ વીડિયો બાદ ટ્રાફિક પોલીસે બાઇક ચાલક પર 4200 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. બાઇક ડ્રાઇવર સ્ટંટ બાઇકર છે. તે પોતાની મોડિફાઇડ બાઇક પર બેસીને ભરેલા રોડ પર સ્ટંટ કરી રહ્યો હતો.

આ પછી તેણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. વીડિયો વાયરલ કરતાની સાથે જ દુર્ગ પોલીસે તેને પકડીને કાર્યવાહી કરી હતી. જોતા લાગી રહ્યું છે કે, પોલીસ હવે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. પોલીસ એક સ્ટંટ બાઈકરને પકડીને ટ્રાફિક ટાવર પર લઈ ગયા હતા. ત્યારપછી આ સ્ટંટ બાઈકરને કાન પકડીને, ઉઠક-બેઠક કરવવામાં આવી હતી.

બાદમાં તેને 4200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસ ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી કરતી રહેશે. એસપી ડો. અભિષેક પલ્લવે જિલ્લામાં બનતા માર્ગ અકસ્માતોને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો શરૂ કર્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

એસપી પોતે રાત્રે પેટ્રોલીંગમાં નીકળી રહ્યા છે. હેલ્મેટ વિના, સીટ બેલ્ટ પહેર્યા વિના અને દારૂના નશામાં વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પછી પણ માર્ગ અકસ્માતમાં ઘટાડો થઈ રહ્યો નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *