અરે બાપરે / ભગવાન આવો ક્રૂર દીકરો કોઈ માતા-પિતાને ન આપે, જુઓ આ કારણોસર પોતાના જ માં-બાપને દંડા અને ઈંટો વડે માર્યા, કારણ જાણીને તમે ચોંકી જશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

બિહારના પટનામાં આવેલા મોહમ્મદપુર ગામમાં કમલેશ કુમાર (65 વર્ષ) અને પત્ની સંગીતા દેવી (58 વર્ષ) તેમના પરિવાર સાથે રહેતાં હતાં. આ દંપતીને 2 પુત્રો હતાં. તેમાં મોટા પુત્રના લગ્ન થઈ ગયાં છે અને નાનો પુત્ર કુવારો છે. ઘટના નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોહમ્મદ પુર ગામની છે.

વર્ષોથી સંપત્તિ વિવાદને લઈને ઘરમાં ઝઘડો ચાલી રહ્યો છે. સંપત્તિમાં ભાગ ન આપવાને લઈને પુત્ર અને પુત્રવધૂએ ઘરડાં મા-બાપને માર માર્યો. યુવક અને તેની પત્નીએ મળીને મા-બાપને ડંડા, ઈંટ અને થપ્પડ માર્યા. આ ઘટનાનો વીડિયો ખુબ જ વાઈરલ થઈ રહો છે. રાહુલના પિતા કમલેશ કુમારે આરોપ લગાવ્યો કે નૌબતપુરના મોહમ્મદપુરમાં તેમનું એક મકાન છે

અને મોટો પુત્ર રાહુલ તે મકાનને પોતાના નામે લખાવવા માટે માતા-પિતા પર દબાણ નાખે છે. વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. તેમને નૌબતપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર અને પુત્રવધૂ વિરૂદ્ધ FIR દાખલ કરાવી છે. હાલ ઘાયલ મહિલાને ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે.

માતાએ આરોપ લગાડતા જણાવ્યું કે તેમના બે પુત્ર છે. જેમાં રાહુલ કુમાર મોટો પુત્ર છે. જેના લગ્ન થઈ ગયા છે જ્યારે નાનો પુત્ર હજુ કુંવારો છે. કમલેશ કુમાર ખેતી કરીને પોતાના અને પરિવારના લોકોનું ભરણ પોષણ કરે છે. જ્યારે મોટો પુત્ર રાહુલ કુમર કંઈ કમાતો નથી. સંપત્તિને લઈને મોટો પુત્ર મા-બાપને આખું ઘર પોતાના નામે કરાવવા માગે છે.

શનિવારે તે વાત એટલી વધી ગઈ કે રાહુલ અને તેમની પત્ની જૂલીએ મળીને પિતા અને માતાને જોરદાર માર માર્યો હતો. આજુબાજુવાળાઓએ જણાવ્યું કે પુત્ર અને પુત્રવધૂ મળીને પોતાના પિતા અને માને લાકડી-ડંડા તેમજ ઈંટથી એટલો માર માર્યો કે મા સંગીતા દેવી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.