રેલવે સ્ટેશન પર અવાર નવાર એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં મુસાફરો ચાલુ ટ્રેનમાં ચડવાની ભૂલને કારણે જીવનની સૌથી મોટી ભૂલ કરી બેસે છે. કોઈ-કોઈ કિસ્સામાં તો મુસાફરો પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે. તો કોઈ વાર સદનસીબે મુસાફરોના જીવ બચી જાય છે. આજે એક એવીજ ઘટના અમદાવાદના રેલવે સ્ટેશન પરથી સામે આવી છે. (LIVE વિડિઓ નીચે આપેલો છે)
આ ઘટના CCTV માં કેદ થઇ હતી. અમદાવાદના રેલવે સ્ટેશન પર હાથમાં ભારે ભરખમ સામાન લઈને ચાલુ ટ્રેનના ડબ્બામાં એક મહિલા ચડવા જતી હતી. આજે આ મહિલા જિંદગી ગુમાવતા-ગુમાવતા બચી ગઈ છે. ચાલુ ટ્રેનના ડબ્બામાં ચડવા ગયેલી મહિલા પ્લેટફોર્મ પર પટકાઈ એ જોઇને RPFના બે પોલીસકર્મી તાત્કાલિક ચાલુ ટ્રેનમાંથી નીચે ઊતરી ગયા અને ટ્રેન ઊભી રખાવી અને મહિલાને ટ્રેનમાં સહીસલામત બેસાડી હતી.
મળેલી માહિતી અનુસાર અમદાવાદના રેલવે સ્ટેશન પર ટ્રેન નંબર 19223 જમ્મુતાવી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમયથી જ ઊપડી હતી. તે સમયે ટ્રેનના પાછળના ભાગમાં આવતા જનરલ કોચમાં એક 42 વર્ષની મહિલા મૂળ ઓરિસ્સાના રહેવાસી હતા તેનું નામ અમિતા પરીડા હતું. અમિતા ચાલુ ટ્રેનમાં હાથમાં પોતાનો સામાન લઈને ચડવાનો પ્રયાસ કર્યો. (વિડિઓ નીચે આપેલો છે)
અને ત્યારે અચાનક અમિતાનો પગ લપસતા તે નીચે પડી હતી. આ સમયે RPFમાં ક્રાઈમ ઈન્ટેલિજન્સ બ્યુરોના હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ ધીરજપાલસિંહ અને ગિરીશ ચૌધરી આગળના ડબ્બામાં ચડ્યા માટે જતા હતા. તેમની નઝર આ પડતી મહિલા પર ગઈ અને તરતજ બંને પોલીસકર્મીઓ ટ્રેનમાંથી નીચે ઊતરી ગયા અને મહિલાને પકડી ટ્રેનથી દૂર કરી લીધી હતી.
ત્યાર બાદ પોલીસકર્મીએ ગાર્ડ તરફ ટ્રેનને રોકવાનો ઈશારો કરીને ટ્રેનને રોકાવી દીધી હતી. અમિતા પરીડા મૂળ ઓરિસ્સાની રહેવાસી છે. તેઓ અમદાવાદથી ધપુર જઈ રહ્યાં હતાં. તેઓ ટ્રેનમાં બેસવા જતાં હતાં પરંતુ ટ્રેન ઊપડી ગઈ અને તેથી તેઓ જનરલ કોચમાં ચડવા ગયાં હતાં. તે સમયે અમિતાબેન નીચે પડ્યાં હતાં. અને ત્યારે બે પોલીસકર્મીઓએ ભગવાન બનીને તેમનો જીવ બચાવ્યો હતો. અને ત્યાર બાદ અમિતાબેનને સહી સલામત રીતે ટ્રેનમાં બેસાડવામાં આવ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો