શું રત્ન કલાકારોના પગારમાં કાપ મુકાશે? / જુઓ હીરાની રફુના કીંમતમાં આટલો વધારો, કારખાનેદારોના નફા પર અને કારીગરોના પગાર પર આવી શકે છે વધુ પ્રેશર

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે ગત કેલેન્ડર વર્ષ-2021 તમામની અપેક્ષાઓથી પણ અનેક ગણુ ઉત્કૃષ્ટ રહ્યાં બાદ હવે ચાલુ વર્ષે કેવુ નિવડશે તે અંગે જાણવાની ઉત્કંઠા હોય તે સ્વાભાવિક છે.પરંતુ પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાંની કહેવત મુજબ નુતન વર્ષ-2022 એ સકારાત્મક સંદેશ આપી દીધો છે.

વૈશ્વિક હીરા ઉદ્યોગ ચાલુ વર્ષ માટે પણ આશાવાદી રહી શકે છે.કેમ કે યુરોપ-અમેરીકામાં નાતાલના તહેવારોની મોસમ અને તેના પગલે નવેમ્બર-ડિસેમ્બરના સમયગાળા દરમિયાન હકારાત્મક અહેવાલોથી વેપારમાં નિશ્ચિતવૃદ્ધિના સંકેત મળી રહ્યાં છે.વિશ્વમાં વધુને વધુ ગ્રાહકો ભાવનાત્મક અને શારીરિક આકર્ષણ માટે ઘરેણાં સાથે જોડાઈ રહ્યા છે.

વિતેલા વર્ષની વાત કરીએ તો કોરોનાએ અન્ય ઉદ્યોગ- ધંધાની ઘોર ખોદી નાખી હતી.પરંતુ તેનાથી વિપરીત તેમણે હીરા -ઝવેરાત ઉદ્યોગની તરફેણમાં કામ કર્યું છે.લોકડાઉનને કારણે મુસાફરી અને અન્ય ખર્ચ પર કાપ આવતા આ બચત ઝવેરાતની ખરીદી પાછળ વપરાઈ છે.વધુમાં કોરોનાએ કારોબારીઓને શિખવ્યુ કે વૃદ્ધિને વેગ આપવા ગ્રાહકો સાથે અસરકારક રીતે જોડાવું જોઇએ.ટૂંકમાં કોરોનાના કારણે માર્કેટિંગ-ડિઝાઇન સહીતના દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનો સ્વીકાર થયો.જેનાથી પોલિશ્ડ હીરાની માંગ અને કીંમતોમાં વધારો થયો.જો કે પુરવઠાની તંગીએ પણ કીંમતો અને માંગની ગતિશીલતા માટે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.

કોરોના મહામારીના સમયમાં બજારને ગતિશીલ રાખવાનું કામ ધાર્યા કરતા અનેક ગણું અધરૂ હતુ.આમ તો વર્ષ 2020 દરમિયાન જ રફ અને પોલિશ્ડના ઉત્પાદનના અભાવને કારણે ઇન્વેન્ટરી ઘટી હતી.સુરતના કારખાનાઓમાં પણ મોડે મોડે કામકાજ શરૂ થયા હતા.જો કે કામકાજ શરૂ થતા રફ હીરાની ખરીદીને પ્રોત્સાહન મળ્યુ હતુ.જેના કારણે ઇન્વેન્ટરી માં ધીમે ધીમે વધારો થયો હતો.

હવે નવા વર્ષ 2022ની શરૂઆત ઊંચી ઈન્વેન્ટરી સાથે થઈ છે.આમ છતા પણ પોલિશ્ડના ભાવમાં વધારો થતો રહ્યો છે.આ બાબત સૂચવે છે કે પુરવઠાની તુલનાએ માંગ વધુ ગતિથી આગળ વધી રહી છે.જેનાથી પોલિશ્ડ હીરાની બજાર ગતિશીલ રહેવાની અપેક્ષાઓ છે.તેજીની રમતમાં અન્ય પણ કેટલાક પરિબળો છે.જેમા રફ સપ્લાય અને કીંમત ખુબ જ મહત્વનું પરિબળ છે. જો રફુની કિંમત વધુ રહેશે તો નફો ઓછો થશે તેના કારણે કારીગરોના પગાર ધોરણ વધશે નહિ કાંતો પગાર ઘટાડી શકે છે.

જો જાન્યુઆરીની આગામી સાઈટમાં રફ હીરાની ઉંચી કીંમતે મોટા પ્રમાણમાં ખરીદી થશે તો કારખાનેદારોના નફા પર દબાણ વધી શકે છે.ઉલ્લેખનિય છે કે મોટાભાગના જાણકારો આગામી સાઈટમાં રફ હીરાની કીંમતો ઉંચી રહેવાની અપેક્ષા રાખી રહ્યાં છે. ત્યારે સંયમપુર્વક રફ હીરાની ખરીદી જ એક ઉત્તમ વિકલ્પ રહેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.