માતા-પિતા માટે ખાસ / 18 થી 20 વર્ષના છોકરાઓમાં આવી હિંમત આવે છે ક્યાંથી? દરેક માતા-પિતા સમય કાઢી આ લેખ ખાસ વાંચે

ગુજરાત ટોપ ન્યૂઝ

સુરત (Surat) ના કામરેજ (Kamrej) માં બનેલી ઘટનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. જાહેરમાં જ 21 વર્ષીય યુવતીને ગળુ કાપી હત્યા કરનાર યુવકને કડકમાં કડક સજા આપવા લોકો માંગ ઉઠાવી રહ્યા છે. ઘટના અનુસાર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે, યુવતીને જાહેરમાં જ ગળું કાપી દર્દીનાં મોત આપ્યું હતું. હાલ સૌથી મોટો સવાલ એ છે કે, આટલી નાની ઉંમરે આવું હિચકારું કૃત્ય કરવાની હિંમત ક્યાંથી મળે છે? અહીંયા આ ઘટનાને ધ્યાનમાં લઈ દરેક માતાપિતાએ પોતાના સંતાનો ઉપર ધ્યાન દોરવું જોઈએ. આજની યુવા પેઢી કઈ દિશા તરફ વળી રહી છે તેનો કોઇ અંદાજ નથી.

(હત્યારો : ફેનિલ ગોયાણી)

આ ઘટના પાછળ આ લબરમુછીયામાં આટલી હિંમત ક્યાંથી આવી તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે આ છોકરો એક એવા ગ્રુપનો સભ્ય હતો જે ટોળામાં રહીને નાના જુવાનીયાઓને ખવડાવવા પીવડાવવાનું અને ટોળામાં વાહવાહી કરાવવાની. કાઈ થાય તો અમે બેઠા છીએનો અહેસાસ અપાવવાનો. હાલમાં રક્ષામંત્રી અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીના એક કાર્યક્રમથી નેતાઓ સાથે સબંધ બનાવ્યા, અને તેનો લાભ ગેરલાભ મેળવીને આવા તત્વોને પોષણ આપવું એ મનસુબાએ આજે એક દીકરીનો જીવ લઇ લીધો.

તમારો દીકરો ક્યાં જાય છે? કોની સાથે રહે છે? કમાવાની ભાગદોડમાં ક્યારેક સમય કાઢી, થોડી તપાસ કરજો કે, તમારો દીકરો અવળા રસ્તે તો નથી ચડ્યો ને? ઘણા માતાપિતા પોતાના સંતાનોને માંગે એટલા રૂપિયા આપી દે છે. પરંતુ દરેક માતા-પિતાની ફરજ છે કે, આ રૂપિયા તમારો છોકરો ક્યાં વાપરે છે? અવળા રસ્તે તો નથી ચડ્યો? કે પછી વ્યસનના બીલો તો નથી ભરતો ને… તેની તપાસ કરવી.

( મૃતક દીકરી : ગ્રીષ્મા વેકરીયા)

માતા-પિતાને આ દરેક નાની-નાની કાળજી લેવી જોઈએ, જેનાથી બીજી કોઈ દીકરીનું જીવન બરબાદ ન થાય. તો ખાસ દરેક માતા-પિતાને પણ અપીલ છે કે, પોતાના સંતાનોનું નાની નાની વાતોમાં ધ્યાન રાખે. ફેનીલ ગોયાણી નામનો હત્યારો, જ્યારે ખુલ્લેઆમ જાહેરમાં જ છરીથી યુવતીનું ગળું કાપવું એટલે… આ કોઈ નાની વાત નથી. ક્યાંથી લાવે છે આટલી હિંમત અને ગુસ્સો. શું આવા હત્યારાઓને કાયદા કાનુન નો કોઈ ડર રહ્યો નથી? કે પોતાની મનમાની થી મન ફાવે તે કરવા તૈયાર થઈ ગયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *