AAP કા નશા / ગુજરાતના કેજરીવાલ એવા ઈસુદાન ગઢવીએ દારૂ પીધેલા હોવાનું આવ્યું બહાર, લિકર ટેસ્ટમાં થયો ધડાકો : જુઓ રાજકારણમાં ખળભળાટ

ગુજરાત ટોપ ન્યૂઝ

ઈસુદાન ગઢવીનો 12 દિવસે જેલમાંથી છૂટ્યા બાદ હવે લિકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો

રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું. જેનો સરકારે પણ સ્વીકાર કરી લીધો છે. ત્યારે આ પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે આજે તેમનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ બાદ હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેસનમાં ઈસુદાન પર IPC 66(1)B, 85 (1) મુજબ ગુનો દાખલ થયો છે.

ગોળી મારશો તો પણ જનતા માટે મરી જવા તૈયાર: ઈસુદાન
બીજીતરફ ઈસુદાને મીડિયાને જણાવ્યું કે, ભાજપ નિન્મકક્ષાની રાજનીતી કરે છે. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો, ઈશ્વરના સોગંધ ખાઉ છું કે મેં ક્યારે દારૂ પીધો નથી અને પીવાનો પણ નથી. મને ગોળી મારશો તો પણ જનતા માટે મરી જવા તૈયાર છું.

ઈસુદાનનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તો બીજો પોઝિટિવ કેવી રીતે આવ્યો?: સવાણી
જ્યારે આપના નેતા મહેશ સવાણીએ ઈસુદાનના લિકર રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં સવાણીએ જણાવ્યું હતું કે ઈસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તો બીજો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો? ઘટનાના 12 દિવસ પછી રિપોર્ટ કેમ આવ્યો? આ ઉપરાંત ઘટનાના સીસીટીવી ફૂટેજ હજી કેમ બહાર આવ્યા નથી?

AAPના નેતાઓ સામે 18 કલમ હેઠળ ગુના નોંધાયા હતા
કમલમમાં વિરોધપ્રદર્શન બાદ AAPના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળ ગુના નોંધાયા હતા. ત્યારબાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 28 મહિલા અને 65 પુરુષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. એમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 65 કાર્યકરોમાંથી 10ને જામીન આપ્યા હતા. બાકી રહેલા કાર્યકરોની જામીન અરજી સેશન્સ કોર્ટે 30 નવેમ્બરે મંજૂર કરી હતી. જોકે બે દિવસ પહેલા જ જામીન પર છૂટ્યા બાદ આજે ઈસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ આવતા આપના નેતાઓ દોડતા થઈ ગયા છે.

જો કે એફએસએલમાં તેણે દારૂ પીધો હોવાનું સાબિત થતા ચકચાર મચી ગઇ છે. અત્રે નોંધનીય છે કે, કમલમ ખાતે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. આ ઝપાઝપી બાદ ભાજપના મહિલા કાર્યકરો શ્રદ્ધા ઝા અને શ્રદ્ધા રાજપૂતે ઇશુદાન સહિતનાં નેતા દારૂનાં નશામાં હોવાનો તથા તેમની છેતડી થયાના આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ આ સમગ્ર મામલો ભારે હાઇપ્રોફાઇલ નાટ્યક્રમમાં પરિણમ્યો હતો. જો કે હવે એફએસએલનો રિપોર્ટ આવતા દુધનું દુધ અને પાણીનું પાણી થઇ ચુક્યું છે. જે વિવાદિત મુદ્દો હતો તે હવે સાબિત થઇ ગયો છે. જેના પગલે ઇસુદાન ગઢવી સામે વધારે એક કેસ નોંધાશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.