હર્ષ સંઘવી ની ચીમકી / લવ જેહાદ કરનારા વિધર્મીઓને એવી સજા અપાશે કે તેમની સાત પેઢીમાં કોઇ પ્રેમ નહી કરે, જુઓ વિડિઓ આવા હરામખોરોને ગૃહ રાજ્યમંત્રીની ચેતવણી

ભાવનગર ટોપ ન્યૂઝ

કોઈ દીકરીને કોઈ ફસાવવાનો પ્રયાસ કરતું હોય તો પોલીસનો સંપર્ક કરે- હર્ષ સંઘવી

ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. પરંતુ, આ મામલે ગુજરાત પોલીસ સતર્ક છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે.

પાલિતાણાની ઘટના અંગે નિવેદન આપતી સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પ્રેમ કરવો ગુનો નથી. પરંતુ, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી નામ બદલાવીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. આ પ્રકારની બાબત ગુજરાત પોલીસ જરા પણ ચલાવી નહીં લે. પાલિતાણામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ભગાડી જવાના મામલે પૂરતી તપાસ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રીની દીકરીઓના વાલીઓને અપીલ : ભાવનગર આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, માતા-પિતા પોતાની દીકરીઓનું ખાસ ધ્યાન રાખે. જો કોઈ ફસાવવાનો પ્રયાસ કરતું હોય તો ડર્યા વગર પોલીસ સમક્ષ આવે. દીકરીની ઓળખ છતી ના થાય તેનું ધ્યાન રાખી ગુજરાત પોલીસ કાર્યવાહી કરશે.

ગૃહ રાજ્યમંત્રીએ યુવતીઓના પરિવારજનોની મુલાકાત કરી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તેમની પાલિતાણાની મુલાકાત દરમિયાન એક માસ પૂર્વે વિધર્મી યુવાનો દ્વારા હિન્દુ ધર્મની બે દીકરીઓને ભગાડી જવાનો જે બનાવ બન્યો હતો તે સંદર્ભમાં બંને દીકરીઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી.આ મુલાકાત બાદ તેમણે કહ્યું કે, બંને દીકરીના પરિવારની પરિસ્થિતિ અને ખાસ કરીને બંનેના પિતાની આંખોમાં જે એક પ્રકારનો ગમ હતો તે ઘણું બધું કહી જાય છે.

આ બંને દીકરીઓને ભોળપણમાં ફસાવી ષડયંત્ર દ્વારા લગ્નની લાલચ આપીને તેમની સાથે જે ઘટના ઘટી છે તે સંદર્ભમાં તેઓના પરિવાર સાથે ચર્ચા કરી છે. બંનેના પરિવારજનોએ ભાવનગર પોલીસે કરેલી કામગીરી માટે આભારની લાગણી પ્રગટ કરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/02/13-bhavnagar-harsh-on-love-jehad-bharat_1641117662/mp4/v360.mp4 )

ભાવનગર આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, માતા-પિતા પોતાની દીકરીઓનું ખાસ ધ્યાન રાખે. કોઇ તેમને ફસાવવાનો પ્રયાસ તો નથી કરી રહ્યું ને. જો કોઇ ફસાવવાનો પ્રયાસ કરતું હોય કે કોઇ રીતે દબાવવાનો પ્રયાસ કરે તો તત્કાલ પોલીસનો સંપર્ક કરવામાં આવે. દીકરીની ઓળખ છતી ન થાય અને આવા ગુનેગારો વિરુદ્ધ કડક પગલા ભરાય તેની જવાબદારી પોલીસ વતી હું લઉ છું. પોલીસ એવી કાર્યવાહી કરશે કે એ તો શું એની સાત પેઢીમાં કોઇ છોકરીને ફસાવવાનો પ્રયાસ નહી કરે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.