મહિલા કચરો નાખવા ઘરની બહાર ગઈ અને ઘરે આવીને હિંચકે બેઠી, ત્યાં અચાનક અવાજ આવતા રૂમમાં જોયું તો થયું એવું કે જાણીને ઉડી જશે હોશ

ગુજરાત

ગુજરાતમાં ચોરીના બનાવો છાશવારે સામે આવતા હોય છે. જેમાં ઘણા બનાવો તો ખૂબ જ ચોંકાવનારા પણ હોય છે. હાલ એવો જ એક ચોરીનો કિસ્સો પીપોદરા ગામમાં નોંધાયો છે. સુરતના માંગરોળ તાલુકામાં આવેલા પીપોદરા ગામમાં પટેલ ફળિયામાં સીરીશભાઈ પટેલ નો પરિવાર વસવાટ કરે છે..

પટેલ ફળીયામાં રેહતા સીરીશભાઈનો દીકરો સ્નેહલ અને તેની પત્ની પ્રિયંકા બંને સાથે રહે છે. સીરીશભાઈનો દીકરો ખેતીના કામ માટે ખેતરે ગયો હતો. જ્યારે ગીરીશભાઈ અન્ય કામ માટે વલણ ગામ ગયા હતા. આ સમય દરમ્યાન સ્નેહલભાઈની પત્ની પ્રિયંકા ઘરે એકલી હતી..

પ્રિયંકા સવાર સવારમાં 10:00 આસપાસ ઘરના પાછળ માં ભાગમાં લોખંડનો દરવાજો બંધ કરીને ઘરનો કચરો આગળ ના બારણા થી કચરાપેટીમાં નાખવા માટે ગઈ હતી. અને ત્યારબાદ તે આવીને હિંચકા ઉપર બેસી ગઈ હતી. ઘરના આગળના ભાગે હીંચકતી હતી એ સમય દરમિયાન અચાનક જ ઘરમાંથી કંઈક ખળભાળટનો અવાજ આવ્યો હતો…

આવાજ આવતાની સાથે જ પ્રિયંકા હીંચકા પરથી તરત જ ઊભી થઈ હતી. અને ઘરમાં અંદર ભાગીને ગયા અને જોયું તો બે લોકો તેના ઘરના પાછળના બારણેથી લોખંડની જાળી ને કૂદીને જઈ રહ્યા હતા. પ્રિયંકાબેને આ બંને યુવકોને પકડવાની કોશિશ કરી પરંતુ તેઓ ભાગી ગયા હતા…

ત્યારબાદ પ્રિયંકાએ ઘરમાં આવીને જોયું તો ઘરમાં રહેલા ત્રણ કબાટ લઈ સ્થિતિમાં હતા તેમજ તેની અંદરનો તમામ સામાન વેરવિખેર થઈ ગયો હતો. તેણે કબાટ અંદરના લોકર ચેક કર્યા તો તેમાંથી ત્રણ હજાર રૂપિયા રોકડા તેમજ 6 તોલા જેટલું સોનું ગાયબ હતું. આ બનાવ બન્યા બાદ આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા..

પરંતુ લુખ્ખા તત્વો ચોરી કરીને ભાગી ગયા હતા. પ્રિયંકાબેન ઘરનો કચરો નાખીને ઘરે પરત આવ્યા એ સમય અરસામાં જ આ બે લુખ્ખા તત્વો ઘરમાં ઘૂસીને ચોરી કરી રહ્યા હતા. આજકાલના સમયમાં સહેજ પણ ધ્યાન ભટકે એટલે તરત જ લુખ્ખા કે ગુંડા તત્વો પોતાના કાર્યમાં સફળ થઇ જતા હોય છે…

તેમજ સામાન્ય લોકોને જાળમાં ફસાવી દેતા હોય છે. પ્રિયંકાએ પોલીસને જણાવ્યું હતું કે આ ચોર અંદાજે ૩૦ થી ૩૫ વર્ષના હતા. તેણે શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. તેમજ તેની હાઈટ પણ મધ્યમ હતી. તેણે ચોરોનું વર્ણન પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. ત્યારબાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.

તેમજ ઘટનાસ્થળે તપાસ કરતાં જણાવ્યું હતું કે આ કબાટ ને ખોલવા માટે ચાવી ને મદદ લેવાઈ હતી. એટલા માટે એવું સામે આવ્યું છે કે આ ચોર કોઈ જાણીતો વ્યક્તિ હોઈ શકે છે. કારણ કે તેણે કબાટની ચાવી ક્યાં મૂકી છે. તે પણ તેનો ખ્યાલ હતો. તેમજ પ્રિયંકાબેન ઘર માંથી કચરો નાખવા માટે બહાર ગયા છે…

અને તે કચરો નાખીને આવ્યા બાદ પણ ઘરની બહાર હિંચકા ઉપર બેઠા છે. આ બાબતની જાણ કોઈ નજીકના વ્યક્તિનું જ હતી એટલા માટે જ તેઓએ ચોરી કરવામાં સફળ રહ્યા છે. હાલ પોલીસે ચોરને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. ચોરીના આ બનાવે આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.