મહેસુલ મંત્રીની કચેરીમાં રેડ / ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અચાનક મહેસુલ મંત્રીએ જઈને લાઈવ ચેકીંગ કર્યું, ત્યાં એક વ્યક્તિ ઝડપાયો, જુઓ કેવી રીતે ઓફિસરોની વાટ લગાડી દીધી : જોઈલો વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

બોલિવુડની સુપ્રસિદ્ધ ફિલ્મ નાયક તો તમે જોઈ હશે.આ ફિલ્મમાં મુખ્યમંત્રીનો રોલ કરી રહેલા અનિલ કપુર જે રીતે સામાન્ય લોકોના કામ કરે છે તે અદભૂત દ્રશ્ય છે.આ ફિલ્મનો લોકોએ ખુબ વખાણી હતી.હાલ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ કંઈ આવી જ સ્ટાઈલમાં ધડાધડ ઓચિંતી રેડ મહેસુલ ખાતામાં કરી રહ્યા છે. આજે ગાંધીનગર કલેકટર કચેરી પર દરોડો પાડી ત્યાં થતાં કામ અંગે નિરીક્ષણ કર્યું હતું.

ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આવેલી જિલ્લા દફ્તર કચેરીમાં રી-સર્વેની કામગીરી અન્વયે એસીબીની ટીમે 1 લાખ રૂપિયાની લાંચ લેતાં સીનિયર સર્વેયર અતુલ વ્યાસને ઝડપી પાડ્યો હતો. હજી તો આ ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે મેદરા ગામની કરોડોની જમીન ખોટા પાવર ઓફ એટર્ની ના આધારે દસ્તાવેજ કરી દઈ સબ રજીસ્ટ્રાર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવતાં ફરી પાછી અત્રેની કચેરી ભ્રષ્ટાચારના વિવાદના વંટોળમાં આવી ચૂકી છે.

ત્યારે આજે રાજ્ય મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કલેક્ટર કચેરી ખાતે સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવતાં અધિકારી – કર્મચારીઓ ફફડી ઉઠયા હતા. મહેસૂલ મંત્રીની ઉડતી મુલાકાતમાં સર્કલ ઓફિસરની જગ્યાએ ત્રાહિત વ્યક્તિ કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા પાંચ મહિનાથી બિન અધિકૃત વ્યક્તિ દ્વારા કચેરીમાં આવીને અડીંગો જમાવીને વહીવટ કરતા હોવાનું પણ વધુમાં બહાર આવતા મંત્રીએ નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈનો ઊધડો લઈ લેવામાં આવ્યો હતો.

આ અંગે મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, બે દિવસથી એક જાગૃત નાગરિકે વીડિયો સાથે ફરિયાદ મોકલી આપી હતી. જેનાં પગલે આજે કલેકટર કચેરીની ઓચિંતી મુલાકાત લેતા મહેસૂલ કચેરીના સર્કલ ઓફિસરની જગ્યાએ અન્ય ત્રાહિત વ્યક્તિ બેઠો હતો. અને સર્કલ ઓફિસરની ખુરશી પર બેસી ફાઈલો ચેક કરતાં હતાં.

જ્યારે અહીં બેઠેલા એક અધિકારીએ પણ જણાવ્યું હતું કે ત્રાહિત વ્યક્તિ છેલ્લા પાંચ મહિનાથી અહીં બેસીને સરકારી કામકાજ કરતો હતો. આ બધું જોવાની જવાબદારી કલેકટર, ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓની છે. મેં સૂચના આપેલી છે કે જવાબદારો સામે કડકમાં કડક એક્શન લેવામાં આવે. જ્યારે મારી ઓચિંતી મુલાકાત થી કચેરીના અન્ય કર્મચારીઓ પણ ભાગી ગયા હતા. જ્યારે એક માત્ર મહિલા સરકારી કર્મચારી તેમના ટેબલ પર બેસી કામકાજ કરી રહ્યા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો 1 : https://www.facebook.com/watch/?v=777357259901257 )

 ( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો 2 : https://videos.bhaskarassets.com/2022/04/28/16_1651164029/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.