એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંડપમાં વર-કન્યાના લગ્ન થઈ રહ્યા છે અને અચાનક DJ વાગે છે અને….
ઈન્ટરનેટ પર લગ્નના ઘણા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. દરરોજ દુલ્હા-દુલ્હનના એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે હસવું ન રોકી શકીએ. એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંડપમાં વર-કન્યાના લગ્ન થઈ રહ્યા છે.
લગ્નની ચાલુ વિધિમાં ઉભો થઈ ગયો વરરાજા : પરંતુ અચાનક ભોજપુરી ગીત વાગવા લાગે છે અને ગીત સાંભળતા જ લગ્નની ચાલુ વિધિએ ઉભા થઈને દુલ્હો ડાન્સ કરવા લાગે છે. ત્યાર બાદ આગળ શું થયું તે જોઈને તમે પણ પોતાનું હસવું નહીં રોકી શકો.
દુલ્હનને પણ હાથ પકડીને લઈ જાય છે સાથે : વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મંડપમાં લગ્નની વિધિ ચાલી રહી છે અને પંડિત મંત્ર વાંચી રહ્યા છે. પરંતુ ત્યારે જ અચાનક ભોજપુરી ગીત વાગે છે અને વરરાજા ત્યાંથી ઉભા થઈને ડાન્સ કરવા લાગે છે. પહેલા તે પોતાના ખભા હલાવીને ડાન્સ કરે છે અને પછી તે પોતાની જગ્યા છોડીને ડાન્સ કરવા લાગે છે. દુલ્હન તેનો હાથ પકડે છે અને તેને નીચે બેસાડે છે.
View this post on Instagram
પંડિત પણ કરવા લાગે છે ડાન્સ : પરંતુ વરરાજાને ડાન્સનું એવું તાન ચઢે છે કે તે વિધિમાં હેસી શકતો નથી. વરરાજા કન્યાનો હાથ પકડે છે અને તેને પણ પોતાની સાથે ડાન્સ કરવા માટે મંડપથી બહાર લઈ જાય છે. બન્ને હાથ પકડીને ડાન્સ કરવા લાગે છે. આટલું જ નહીં તેમની સાથે પંડિત પણ ડાન્સ કરવા લાગે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે અને લોકો આ વીડિયો પર જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ખુશી સહન નથી થતી.” બીજા યુઝરે લખ્યું- “આવી ખુશી પણ શું કામની.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!