દારૂડિયા હતો નશામાં ચૂર ને અચાનક જ કિંગ કોબ્રાએ મારી દીધો ડંખ, અને પછી જે થયું એ જાણીને…

અજબ ગજબ

કિંગ કોબરા નામ પડતાં જ ઘણા લોકો ડરી જતા હોય છે અને થર-થર ધૃજવા લાગે છે. સાપ એક એવો જીવ છે, જેની આસપાસ ભટકતાં પણ સૌને બીક લાગે. લોકો સાપથી શક્ય હોય એટલા દૂર જ રહેતા હોય છે. પરંતુ ઘણીવાર સાપ સાથે આપણો સામનો થઈ જાય છે. નસિબ ખરાબ હોય તો સાપ આપણને કરડી પણ લે અને સાપ કરડતાં જ લોકો ડરી જાય છે.

તાત્કાલિક ડૉક્ટર પાસે ભાગે છે. કેટાલાંકની હાલત તો એટલી બધી ખરાબ થઈ જાય, કે તેઓ બેભાન થઈ જાય છે. વધારે ખરાબ સ્થિતિમાં લોકો મરી પણ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ અંગે જણાવી રહ્યા છીએ, જેને કરડતાં જ સાપ સ્વર્ગવાસી થઈ ગયો. જી હા, તમે એકદમ સાચું જ સાંભળ્યું. આ વ્યક્તિને કરડતાં જ સાપનું મૃત્યુ થયું.

આ વ્યક્તિ એક નંબરનો દારૂડિયો છે, જેને બે વાર સાપ કરડવા છતાં તેને કઈં જ ન થયું, તો સાપના શ્વાસ ત્યાં જ થંભી ગયા. આ વ્યક્તિ મરેલા સાપને લઈણે હોસ્પિટલમાં ગયો તો સૌના હોશ ઊડી ગયા. ચાલો આ કિસ્સાને જાણીએ વિસ્તારપૂર્વક. વાસ્તવમાં આ ઘટના ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાની છે.

અહીં જિલ્લા હોસ્પિટલમાં એક સમયે દોડભાગ થઈ ગઈ, જ્યારે દારૂડિયો અચાનક જ ઈમર્જન્સી વોર્ડમામ પહોંચી ગયો. આ દારૂડિયાએ જણાવ્યું કે, કિંગ કોબરા સાપ તેને બે વાર અલગ-અલગ જગ્યાએ કરડ્યો. સાપનું તો મૃત્યુ થયું પરંતુ તે હજી જીવતો છે. ત્યારબાદ તેણે ડૉક્ટરને પોતાને ઈન્જેક્શન આપવાનું કહ્યું, પરંતુ ડૉક્ટર આ જાણીને આશ્ચર્યમાં હતા કે, સાપ કરડ્યા બાદ પણ આ વ્યક્તિ એકદમ ઠીક છે, જ્યારે સાપનું મૃત્યુ થઈ ગયું.

લોકોએ કહ્યું કે, આ દારૂડિયો પોતાની સાથે એક થેલામાં મરેલા સાપને લઈને હોસ્પિટલમાં આવ્યો હતો. આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાના વીડિયોથી લોકો સોશિયલ મીડિયામાં જાત-જાતનાં મિમ્સ બનાવી રહ્યા છે. આ વીડિયોને ઈંસ્ટાગ્રામમાં kashyap_memer નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને જોઈ લોકો બહુ મજાક-મસ્તી કરી રહ્યા છે. હજી આ સાબિત નથી થયું કે, આ ઘટના અત્યારની છે કે, જૂની છે. વીડિયો જોઈ એક વ્યક્તિ લખે છે “મને તો હવે બિચારા સાપની દયા આવી રહી છે. તેણે પોતાના સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે, તેનું મૃત્યુ એક દારૂડિયાને કરડવાથી થશે.”

વધુ એક વ્યક્તિ લખે છે, “ઝેર જ ઝેરનું મારણ છે. આ વાત પહેલાં સાંભળી તો હતો, પરંતુ હવે જોઈ પણ લીધી.” બીજી એક વ્યક્તિ કહે છે, “કોણે કહ્યું દારૂ ખરાબ વસ્તુ છે. એનાથી તો આ દારૂડિયાનો જીવ બચ્યો છે. જ્યારે લોકો કહે છે કે દારૂ જીવ લે છે.”


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *