અરે બાપરે / વોટરપાર્કમાં અચાનક ત્રણ માળ જેટલી ઊંચી સ્લાઈડ તૂટતાં ઉપરથી ધડાધડી 16 લોકો નીચે પટકાયા : જુઓ કાળજું કંપાવનારો વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

ઉનાળાની સીઝનમાં લોકો વોટરપાર્ક અથવા ફાર્મ પર નાહવા જતા હોય છે, ત્યારે હાલમાં જ એક વોટરપાર્કમાંથી ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં ઈન્ડોનેશિયાના કેનપાર્ક વોટરપાર્કમાં થયેલા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અચાનક તૂટેલી સ્લાઈડનો અકસ્માત કેદ થયો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )

જ્યારે આ સ્લાઈડ તૂટી ત્યારે લોકો વોટર પાર્કમાં મસ્તી કરી રહ્યા હતા અને અચાનક જ 16 લોકો નીચે પડવા લાગ્યા. મળતી માહિતી મુજબ, આ મામલો 7 મેનો જણાવવામાં આવી રહ્યો છે. આ અજીબોગરીબ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યો છે. ઈન્ડોનેશિયાના મીડિયા અંતરાના અહેવાલ અનુસાર આ અકસ્માતમાં લગભગ 16 લોકો ઘાયલ થયા છે.

અકસ્માત દરમિયાન તેઓ કેટલાય મીટર ઉપરથી લપસીને નીચે આવી રહ્યા હતા. પરંતુ, પછી સ્લાઇડ વચ્ચેથી તૂટી ગઈ અને બધા અચાનક નીચે પડવા માંડ્યા. આ તમામની હાલત અત્યંત ગંભીર છે અને આ તમામને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ વીડિયોને ફેસબુક પર NOODOU નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આમાં લોકો નીચે પડતા જોવા મળે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માતનું કારણ સ્લાઇડની બાજુની તિરાડ છે. ઓવરલોડને કારણે સ્લાઈડ તૂટી ગઈ અને બધા નીચે પડી ગયા હતા. આ સાથે વોટર પાર્કમાં મેન્ટેનન્સનો પ્રશ્ન પણ ઉભો થયો છે. કહેવાય છે કે, અહીં નવ મહિના પહેલા મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી અહીંની સ્લાઈડ્સ એક વખત પણ રિપેર કરવામાં આવી નથી.

જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ડેપ્યુટી મેયર દ્વારા આ કેસનો વીડિયો વાયરલ થતાં જ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે અન્ય વોટર પાર્કમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેથી કરીને આવી ઘટના ફરીવાર ન બને. આ ઉપરાંત, પાર્કના મેનેજમેન્ટને પણ કાળજી લેવા આદેશ આપવામાં આવ્યો હતો. કારણ કે, આવી બેદરકારી મુલાકાતીઓના જીવને જોખમમાં મૂકી શકે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.