હું પૈગંબર છું કહીને 20 મહિલાઓને ભોગવી લીધી, પોતાની દીકરીને પણ ના છોડી, જુઓ કર્યા એવા એવા કાંડ કે જાણીને તમે ચોંકી ઉઠશો

વર્લ્ડ

અમેરિકાના એરિઝોના પ્રાંતમાં પોતાને નબી ગણાવનાર વ્યક્તિના લગ્ન 20 મહિલાઓ સાથે થયાનો ખુલાસો થયો છે. જેમાંથી એક પત્નીની ઉંમર તો માત્ર 9 વર્ષની છે. અમેરિકાની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એફબીઆઈએ ખુલાસો કર્યો છે કે આ 20 પત્નીઓમાંથી એક તેની પુત્રી પણ છે.

આ આરોપીનું નામ સેમ્યુઅલ રેપિલી બેટમેન છે. સેમ્યુઅલ બહુપત્નીત્વની પ્રેક્ટિસ કરતા મોર્મોન જૂથના નેતા છે. તેને ફન્ડામેન્ટલિસ્ટ ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર ડે સેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એફબીઆઈના જણાવ્યા અનુસાર, વર્ષ 2019માં 50 લોકોના આ નાના જૂથ પર નિયંત્રણ મેળવ્યા પછી, સેમ્યુઅલે પોતાને નબી કહેવાનું શરૂ કર્યું અને પોતે તેની કિશોરવયની પુત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

એજન્સીએ કહ્યું કે સેમ્યુઅલે ઓછામાં ઓછી 20 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે, જેમાંથી ઘણી સગીર છે. મોટાભાગની છોકરીઓની ઉંમર 15 વર્ષથી ઓછી છે. આ છોકરીઓને ચાઇલ્ડ સેક્સ ટ્રાફિકિંગમાં ફરજ પાડવામાં આવી હતી. એફબીઆઈના દસ્તાવેજો દર્શાવે છે કે સેમ્યુઅલે તેના ત્રણ પુરૂષ શિષ્યોને તેની સામે તેની પુત્રીઓ સાથે શરીર સુખ માણવા કહ્યું હતું.

સેમ્યુઅલ આ જઘન્ય ઘટના જોતો રહ્યો. આમાંથી એક દીકરીની ઉંમર માત્ર 12 વર્ષની છે. સેમ્યુઅલે દાવો કર્યો હતો કે આ છોકરીઓએ ભગવાનની ખાતર તેમના પુણ્યનું બલિદાન આપ્યું હતું. ભગવાન તેના શરીરને પુનઃસ્થાપિત કરશે. આ રાક્ષસના પાપા સપ્ટેમ્બરમાં બહાર આવ્યા હતા, જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. સેમ્યુઅલ સગીર વયની છોકરીઓને ટ્રેલરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી રહ્યો હતો.

વાસ્તવમાં, આ ટ્રેલરમાં બંધ બાળકોએ કોઈક રીતે આંગળી ચીંધી અને પોલીસે તે જોઈ લીધું. આ પછી તેને આ ટ્રેલરની અંદરથી બહાર કાઢવામાં આવ્યો હતો. તે જ સમયે, સેમ્યુઅલની એસયુવી ગાડીમાં બે મહિલાઓ અને બે છોકરીઓ મળી આવી હતી, જેમની ઉંમર 15 વર્ષની હતી. આ સિવાય ટ્રેલરમાંથી ત્રણ યુવતીઓ મળી આવી હતી.

આ તમામની ઉંમર 11 થી 14 વર્ષની વચ્ચે છે. યુવતીઓ સાથે દુષ્કર્મ કરનાર સેમ્યુઅલની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે બાળ છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે ત્યારબાદ તેને જામીન મળી ગયા હતા, પરંતુ તેણે પુરાવાનો નાશ કરવાનું શરૂ કર્યું હતું. તેથી તેની ફરી ધરપકડ કરવામાં આવી. FBI હવે આ આરોપી સામે સતત દરોડા પાડી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *