‘ગ્રીષ્મા’ હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ / ગ્રીષ્મના હત્યારા ફેનિલે જેલમાંથી પોતાની માનેલી બહેનને ફોન કર્યો, જુઓ તાપસમાં થયો ચોંકાવનારો ખુલાસો

ટોપ ન્યૂઝ સુરત

આરોપી ફેનીલે જેલમાંથી સાક્ષીને ફોન કરી કર્યુ દબાણ
ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલે જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કરી સાક્ષીને ફોન કરી પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કર્યું હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે. મહત્વનું છે કે, ફેનિલે જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવાની પરવાનગી લીધી હતી. જો કે, ક્રિષ્ના નામની યુવતીએ કોર્ટમાં સમગ્ર મામલો જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.

સરકારી વકીલ નયન સુખવડવાલાએ કોર્ટમા લેખિત ફરિયાદ કરી
આ અંગે સરકારી વકીલ નયન સુખડવાળાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી. ગ્રીષ્માં સાથે તકરાર થતા અવાર નવાર ફેનીલ ગ્રીષ્માને મારી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતો. હત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષ્માને મારી નાખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો.

પાસોદરા વિસ્તારમાં રહેતી ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ કરપીણ હત્યા કરી હતી. આ કેસમાં બુધવારે જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા ગ્રીષ્માના પરિજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. આ અંગે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આ કેસમાં ટ્રાયલ ચાલુ થાય એ અગાઉ ગુજરાત પીડિત વળતર યોજના હેઠળ અરજી કરવામાં આવી હતી.

હત્યાના કેસમાં ટ્રાયલ દરમિયાન જ રૂપિયા પાંચ લાખનું વળતર મળ્યું હોવાનો આ પહેલો કિસ્સો છે. વળતરની રકમમાંથી દોઢ લાખ માતાને, દોઢ લાખ પિતાને, એક લાખ ઇજા પામનારા ભાઇને અને રૂપિયા એક લાખનું વળતર ઇજા પામનાર કાકાને અપાયું હતું.

આરોપી ફેનિલે જેલમાંથી કોલ કરીને સાક્ષી યુવતીને કહ્યું, ‘મારી ફેવરમાં જુબાની આપજે’
આ કેસની ટ્રાયલમાં બુધવારે આરોપી ફેનિલ ગોયાણીની કોલેજ કાળની માનેલી બહેનને ફોન કરવાની હરકત સામે આવી હતી. ફેનલે સાક્ષી યુવતીને કોલ કરીને કહ્યું હતું કે, ‘તું મારી ફેવરમાં જુબાની આપજે.’ જેલમાંથી કરાયેલા આ કોલની વિગતો પોલીસ અને સરકારી વકીલ સુધી પહોંચતાં કોર્ટમાં એક અરજી પણ થઈ હતી જેમાં આરોપી સામે પગલાં લેવા જણાવાયું હતું.

સાક્ષીએ કોર્ટમાં જણાવ્યુ હતું કે, ફેનિલ તેને મારી નાંખવાની વાત કરતો હતો. પરંતુ અમને લાગતું હતું કે તે મજાક કરે છે. હું તેને કહેતી કે તારી તરફ એ ધ્યાન નથી આપતી તો જવા દે. શા માટે પાછળ પડ્યો છે.

જેલરને કહ્યું ‘ બેનને કોલ કરવો છે’
સવારે ફેનલે જેલમાં 5 રૂપિયા ભરીને બહેનને કોલ કર્યો હતો. તેણે જેલરને કહ્યું કે ‘મારે મારી બહેનને કોલ કરવો છે. સાક્ષી યુવતીએ જુબાની આપી હતી કે ફેનિલ તેને મારી નાંખવાની વાત કરતો હતો. બનાવના દિવસે પણ કહ્યું હતું કે મારી નાખીશ. ટીવી પર જોયુ ત્યારે મને હત્યાની ખબર પડી.

ગ્રીષ્મા હત્યા કેસ મામલે સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કુલ 9 પંચનામાં અને 18 સાક્ષીઓની જુબાની થઈ હતાં. આરોપી ફેનીલ ગ્રીષ્માની હત્યા કરી રહ્યો હતો ત્યારે મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરનારની જુબાની થઈ હતી. તેમજ ફેનીલે હત્યા બાદ તેના મિત્ર આકાશને ફોન કરી ગ્રીષ્માની હત્યા કર્યાનું જણાવ્યુ હતું તે આકાશની જુબાની થઈ હતી. આ ઉપરાંત પોલીસે મોબાઈલ મામલે ફોરેન્સિક એવીડન્સ મેળવ્યા છે તેની જુબાની થઈ હતી. તેમજ પોલીસને ઘટના મામલે જે DVD મળી છે તે અંગે જુબાની પણ થઈ હતી. અગાઉ આ કેસમાં ગ્રીષ્માનું PM કરનાર તેમજ ઇજાગ્રસ્તોની સારવાર કરનારા ડોક્ટરોની જુબાની થઈ હતી. આ કેસની વધુ સુનાવણી આવતીકાલે શુક્રવારે હાથ ધરાશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.