નડિયાદમાં સુરતવાળી થઈ / ગ્રીષ્માની સાહી સુકાઈ નથી ત્યાં નડિયાદમાં ચપ્પુથી પ્રેમિકાની હત્યા કરી, જુઓ હત્યા કરી પ્રેમીએ કર્યું એવું કે જાણીને સૌ કોઈ ચોંકી જશે

ટોપ ન્યૂઝ ગુજરાત

વિરપુર તાલુકાના દુધેલા ગામે એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરી નાંખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી તેના ઘરે જઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બનાવ અંગે શૈલેષ પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક અસરથી સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર હોસ્પિટલમાં પોલીસ નજર હેઠળ ચાલી રહી છે. આ અંગે મૃતક દીકરી ના પિતા વિરપુર પોલીસ મથકે આરોપી શૈલેષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વિરપુર તાલુકાના દુધેલા ગામમાં શૈલેષ પગી નામના યુવકે તેની પ્રેમિકા રમીલાની હત્યા કરી નાખી હતી. દુધેલા ગામમાં રહેતી રમીલાના લગ્ન ગયા વર્ષે જ થયા હતા. પરંતુ ગામના શૈલેષ સાથે પ્રેમ સંબંધના કારણે તેના છૂટાછેડા થયા હોવાનું સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ. જેથી તે તેના પરિવારજનો સાથે રહેતી હતી.

ગત તા.10 માર્ચના રોજ દુધેલા ગામમાં રહેતી ૨૧ વર્ષીય રમીલા તેના પરીવાર સાથે ઘઉંની કાપણી કરવા ખેતરમાં ગઈ હતી તે સમયે તેના જ ગામમાં રહેતા શૈલેષ ફુલાભાઈ પગી રમીલા જ્યા કામ કરતી હતી તે ખેતરમાં આવ્યો હતો. જ્યાં શૈલેષ રમીલાને પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરતો હતો. જેથી રમીલાએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

ખેતરનું કામ પતાવી તેના ઘરે જતી રમીલાને શૈલેષે છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પ્રેમિકાની જાહેરમાં હત્યા કર્યા બાદ હત્યારો શૈલેષ પોતાના ઘરે દોડી ગયો હતો જ્યાં તેને તેના ઘરમાં પડેલી કોઈ ઝેરી દવા ગટગટાવી લેતાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બાદ શૈલેષનો ભાઈ તેને સારવાર માટે લઈને નીકળ્યો હતો તે સમયે વિરપુર પોલીસ આવી પહોંચતા આરોપીના સગાને સાથે લઇ વિરપુર પોલીસ વિરપુર સરકારી દવાખાને પહોંચી હતી જ્યાં શૈલેષની પોલીસની નજર હેઠળ સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે ચતુરભાઇ ભુરાભાઇ રાવળ ની ફરિયાદ આધારે વીરપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમ પ્રકરણના લીધે રમીલાના અગાઉ છૂટાછેડા થયા હતા
વિરપુર તાલુકાના દુધેલા ગામે રહેતા રમીલાના લગ્ન ગયા વર્ષે શીગ્નલી વિરણીયા ગામના અજયભાઈ રાવળ સાથે થયા હતા. પરંતુ રમીલાના ગામના જ શૈલેષ સાથે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાના કારણે તેના છેલ્લા ચાર માસથી રમીલાના છૂટાછેડા થયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.