‘ગ્રીષ્મા’ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો / સુરતમાં ગ્રીષ્માનું ગળું કાપતો હત્યાનો વિડિઓ અને વાઇરલ થયેલા ઓડિયો ને ખોટો સાબિત કરતા ફેનીલનાં વકીલ હલવાયા, જુઓ FSL રિપોર્ટમાં થયો મોટો ધડાકો

ટોપ ન્યૂઝ સુરત

સુરતના પાસોદરામાં સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહીમાં એફએસએલ(FSL) ના બે અધિકારીની જુબાની લેવાઇ હતી. જોકે કોર્ટેનો સમય પૂરો થતાં હવે સર અને ઉલટ તપાસ આજ રોજ લેવામાં આવશે. અત્યાર સુધીની જુબાનીમાં જણાવ્યું હતું કે, ગ્રીષ્માને મારી નાખી હોવાનો ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ હોવાનું અને હત્યાનો વીડિયો ઓરિજિનલ હોવા સાથે કોઈ ચેડાં કરાયાં ન હોવાની જુબાની આપવામાં આવી છે.

ગત રોજ ટ્રાયલ દરમિયાન હત્યાનો વધુ એક વીડિયો રજૂ કરાયો હતો. જેમાં ગ્રીષ્મા બચવાનો પ્રયાસ કરી રહી હતી. લોકો તેને છોડી દેવાનું કહેતા હતા. પરંતુ ફેનિલે ગળા પર બે વાર ચપ્પુ ફેરવ્યા બાદ ત્રીજા ઘાએ પતાવી દીધી હતી.આ વિડિઓને ફેનીલનાં વકીલે ખોટો કહ્યો હતો અને વાઇરલ થયેલા ઓડીયોને પણ નકાર્યો હતો.

આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહીમાં બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખએ સ્થળ પર પંચનામું ન થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એફએસએલના અધિકારીની સર અને ઉલટ તપાસ બાદ સરકાર પક્ષે ક્લોઝિંગ પ્રોસેસ રજૂ કરાય એવી શક્યતા છે. આગળ જતાં આરોપીનો વધારાનું સ્ટેટમેન્ટ લેવાશે. અત્યાર સુધી 100થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઇ ગઇ છે.

આજે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખ હાજર રહ્યા હતા. એફએસએલના બંને અધિકારીની જુબાની લેવાઇ હતી. હવે આજે મોબાઈલ કંપનીના અધિકારીની પણ જુબાની લેવામાં આવનાર છે. આ સાથે જ સરકાર ક્લોઝિંગ પ્રોસેસ રજૂ કરે તેવી શક્યતા છે.

સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.