ગુજરાતના યુવાનો બન્યા બેખોફ / પેહલા સુરત અને હવે આ શહેરમાં યુવાનોને ચડ્યો નવાબી શોખ, જુઓ કેબલ બ્રિજ પર હથિયારો સાથે બનાવ્યો વિડિઓ : VIDEO

ગુજરાત ટોપ ન્યૂઝ

સુરત બાદ ભરૂચના યુવાનોએ ધારિયા-કુહાડી સાથે સ્ટન્ટ કર્યો

ગુજરાતમા યુવાઓ બેખૌફ બન્યા છે. આજના યંગસ્ટર્સ જાહેરમાં ગુના આચરતા પણ વિચારતા નથી. સુરતમાં બંદૂક હાથમાં લઈને સૂમસાન રસ્તા પર બૂલેટ રાઈડ કરતા યુવાનોને સુરત પોલીસે બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે દક્ષિણ ગુજરાતમા વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં નર્મદાના અતિ ફેમસ કેબલ બ્રિજ પર હથિયાર લઈને યુવકોએ વીડિયો બનાવ્યો છે.

ભરૂચમાં કેબલ બ્રિજ ઉપર બે બાઇક ઉપર 4 યુવાનોએ ધારીયા અને કુહાડી સાથે બનાવેલો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો મૂકવા માટે યંગસ્ટર્સ ઘાંઘા બન્યા છે. તેઓ આ રીતે ક્રાઈમ કરતા પણ અચકાતા નથી. વીડિયો બનાવવાની ઘેલછામાં હાથમાં હથિયાર લઈને ફરી રહ્યાં છે. ભરૂચ- અંકલેશ્વર ને જોડતા કેબલ બ્રિજ ઉપર યુવાઓના હાથમાં હથિયારોનું પ્રદર્શન જોવા મળ્યું. રાતના અંધારામાં સૂમસામ રોડ પર જાણે આ યુવાઓનો કોઈનો ખૌફ રહેતો નથી. બે બાઈક પર ચાર યુવકો હાથમાં ધારિયા અને કુહાડી સાથે દેખાયા હતા.

સસ્તી પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયા ઉપર લોકો ભાન ભૂલી રહ્યા છે. જેઓ કેટલીક વાર પોતાના જીવ સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે, તો ક્યારેક ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. સસ્તી પ્રસિદ્ધિ ની લ્હાયમાં કાયદાની આંટીઘૂંટી માં પણ આવી જાય છે. સુરત બાદ ભાઈગીરી ના દ્રશ્યો બાઇક ઉપર ભરૂચ- અંકલેશ્વર ને જોડતા કેબલ બ્રિજ ઉપર જોવા મળ્યા હતા.

બે બાઇક ઉપર ચાર યુવાનો હાથમાં ધારિયા અને કુહાડી સાથે ફુલસ્પિડે પસાર થતા જોખમી ખેલ ખેલતા નજરે પડે છે. પોતાના ચીનુભાઈ સાબિત કરવા બનાવેલો આ વીડિયો વાયરલ થતા હવે તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. પોલીસ હવે આ ચાર યુવાનોને શોધી તેની ભાઈગીરી ઉતારવા એક્શનમાં આવી છે.

કેબલ બ્રિજ ઉપર રાતે ખુલ્લેઆમ નગ્ન હથિયારોના પ્રદર્શન વચ્ચે તેનો વિડીયો બનાવી ભાઈગીરી ના અભરખા સાથે આ વીડિયો પોતાના સ્ટેટસ ઉપર મુકવા સાથે સોશિયલ મીડિયા વાયરલ થતા આ યુવાનો કોણ છે અને ક્યાં હેતુસર આ વીડિયો બનાવ્યો હતો તે તો પોલીસ પકડમાં આ સ્ટંટ બાજો આવ્યા બાદ જ ખબર પડશે. ટ્રાફિકમાં અવરોધ, અકસ્માતને આમંત્રણ વચ્ચે પોતાની અને બીજાની જિંદગી જોખમમાં મુકવા સાથે હથિયારોનું ખુલ્લેઆમ પ્રદર્શન માં બે બાઇક ઉપર સવાર આ ચાર યુવાનો ને શોધવા પોલીસની ટેક્નિકલ સર્વેલન્સ ટીમ સહીત ભરૂચ સી ડિવિઝન પોલીસ અને અંકલેશ્વર શહેર પોલીસ કામે લાગી હતી.

સુરતમાં બુલેટ પર બંદૂક સાથે નીકળ્યા હતા યુવકો : ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ના શહેર સુરતમાં જ રાત્રિ કરફ્યુના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. નવાબી શોખ રાખનાર નિક આડેદરા નામના યુવકનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નિક ઓડેદરા નામના શખ્સે હાથમાં ખુલ્લેઆમ બંદૂક રાખીને બાઈક પર સ્ટંટ કર્યો હતો. એટલુ જ નહિ, આ યુવક બાઈક પર એક યુવકની ઉપર ચઢીને બેસ્યો હતો. બાઇક ચાલક પર બેસીને બાઇક સવારી કરવાનો નવાબી શોખનો વીડિયો અત્યંત ચોંકાવનારો હતો. ત્યારે સુરત પોલીસે એક્શન લઈને બંને યુવકોને દબોચ્યા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.