હીરા બજારમાં તેજીનો રંગ / સુરત હીરા બજારને પણ લાગ્યો પુષ્પાનો રંગ, વેપારી કહે છે ભાવ તમારો, પેકેટ લાવો : ઝુકેગા નહિ સાલા, જાણો ફાયદો શેઠિયાને થશે કે રત્નકલાકારને

ગુજરાત ટોપ ન્યૂઝ

વર્તમાન સમયમાં અમેરીકા,યુરોપના દેશો,ચીન સહીત વૈશ્વિક બજારમાં તૈયાર હીરા અને ઝવેરાતની જબરી માંગ છે. આવા તેજી તરફી અને સકારાત્મક માહોલ વચ્ચે બજારમાં રફ અને પોલિશ્ડ હીરાના પુરવઠાની ભારે તંગી છે. પરિણામે રફ અને પોલિશ્ડ હીરાના ટ્રેડર્સઓ દ્વારા માલની ખરીદી માટે રીતસર પડાપડી થઈ રહી છે.

વર્તમાન સમયે અર્થશાસ્ત્રના નિયમ મુજબ તૈયાર હીરામાં માંગ અને પુરવઠાની સ્થિતિ આદર્શ બની છે. મોટા ભાગે અત્યાર સુધી રફ હીરાની ખરીદી માટે કીંમતોને લઈને કારખાનેદારો વચ્ચે આંતરીક સ્પર્ધા જોવા મળતી હતી. પરંતુ હવે પ્રથમ વખત પોલિશ્ડની ખરીદી અને કીંમતોને લઈને ડીલરો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે.

આ પ્રકારની આદર્શ સ્થિતિનો ભારતના હીરા ઉદ્યોગને લાભ મળી રહ્યો છે.અમેરીકાના ડીલરો સહીત તમામ કારોબારી ઓએ પોલિશ્ડ હીરામાં થયેલા ભાવ વધારાનો સ્વીકાર કરી લીધો છે.

સુરતના સ્થાનિક બજારની વાત કરીએ તો રફ હીરાની વધેલી કીંમતોના પગલે કારખાનેદારો નીચા ભાવે પોલિશ્ડ હીરા વેંચવા રાજી નથી. બીજી તરફ સ્થાનિક ડીલર્સો કોઇ પણ ભોગે તૈયાર હીરાની ખરીદી કરવા માંગે છે.

હીરા કારોબારીએ કહ્યુ કે હવે કારખાનેદારો અને સ્થાનિક ટ્રેડસો વચ્ચે હીરાના વેપારને લઈને આવી કશ્મકશ ભરી સ્થિતિ વચ્ચે હીરા બજારને પણ પુષ્પાનો રંગ લાગ્યો છે. તમારો ભાવ ,પેકેટ લાવો – ઝુકેગા નહિ સાલા- આ પ્રકારના રમુજી મેસેજ સોસિયલ મીડીયાના મધ્યમથી હીરા બજારમાં ફરતા થયા છે.

તૈયાર હીરાની ખરીદી કરતા ટ્રેડર્સ દલાલ ભાઈઓને ઓફીસે બોલાવતા થયા છે. કેટલાક ટ્રેડર્સ હવે જરૂરીયાત પ્રમાણેના ઉચ્ચ ક્વોલિટીના પસંદગીના તૈયાર હીરાની ખરીદી કરવા તેની કીંમતને લઈને દલાલ ભાઈઓ ને છુટો દોર આપી રહ્યાં છે. સુરતના હીરા ઉદ્યોગ માટે આ ઘટના પણ ઐતિહાસિક છે.

જો કે આ મેસેજ માત્ર રમુજ માટે છે,પરંતુ વાસ્તવિકતા પર નજર નાખીએ તો આ મેસેજ પરથી પોલિશ્ડ હીરાની માંગ અને વર્તમાન તેજીનો આસાનીથી અંદાજ લગાવી શકાય તેમ છે.

આગામી વેલેન્ટાઇન ડે પર અમેરીકનો જ્વેલરીની ખરીદી પાછળ રેકોર્ડ બ્રેક 6.2 બિલિયન ડોલરનો ખર્ચ કરે તેવી અપેક્ષા છે.અમેરીકાના પુખ્ત વયના 7728 નાગરીકો પર નેશનલ રિટેલ ફેડરેશન (NRF) અને પ્રોસ્પર ઇન સાઇટ્સ એન્ડ એનાલિટિક્સ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ઉપરોક્ત વિગત બહાર આવી છે.જેનાથી હીરા ઉદ્યોગને તેજીનો બુસ્ટર ડોઝ લાગવાનો છે એ વાત નક્કી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *