જુઓ હકીકત / આ છે સુરતની હોસ્પિટલોની હકીકત, જુઓ દર્દીઓ વાટ જોતા રહ્યા અને કર્મચારીઓ રીસેસ પછી પણ આરામમાં હતા મસ્ત : જોઈલો ફોટા

ટોપ ન્યૂઝ સુરત

હાલ હોસ્પિટલોમાં કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. રોગચાળો ફેલાયેલો હોવાને કારણે સિવિલ સ્મીમેર જેવી મોટી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર આપવાની પણ જગ્યા નથી. આવી સ્થિતિમાં શહેરના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં લખપતિ હોસ્પિટલમાં બપોરે રિસેસ બાદ પણ કર્મચારીઓ કલાકેક સુધી આરામ ફરમાવતા જણાયા હતા.

આ સિવાય સાતથી આઠ રૂમમાં કામકાજના સમય દરમિયાન પણ તાળાં જોવા મળ્યા હતા. હાલમાં જ શહેરના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેતા લખપતિ હોસ્પિટલનો ખુલાસો થયો હતો. પાલિકા મુખ્યાલયથી માંડ 500 મીટરના અંતરે આવેલી લખપતિ હોસ્પિટલમાં ગરજવાન દર્દીઓને કર્મીઓની લાલિયાવાડીને લીધે હાલાકી ભોગવવી પડી રહી છે.

બપોરે 1થી 2 રિસેસ ભોગવ્યા બાદ પણ ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધીના વિવિધ વોર્ડમાં કર્મીઓ 3 વાગ્યા સુધી ટેબલ પર પગ ચઢાવીને કે ટેબલ પર માથું મુકી આરામ ફરમાવતા નજરે ચઢ્યા હતાં. જેને પગલે દર્દીઓને હલકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ સિવાય કતારગામ હેલ્થ સેન્ટરમાં પણ તપાસ કરવામાં આવી હતી.

જેમાં બાયો મેટ્રિક્સ હાજરી હોય સવારે 9ના ટકોરે બે મુખ્ય તબીબ સહિતનો સ્ટાફ હાજર થઈ ગયો હતો. જો કે, દર્દીઓ 1 કલાક અગાઉથી રાહ જોતા હતા. તેમની માંગ હતી કે સેન્ટરનો સમય 8 વાગ્યાનો કરાવો જોઈએ. તબીબોએ કહ્યું કે, આઈસીયુ, પૂર્ણ સમય માટે ફિઝિશિયન, એનેસ્થેશિયા સહિતનો સ્ટાફ હોવા જોઈએ.

ઉપરાંત 108ને પહોંચતા 20 મિનિટ લાગે છે ત્યારે સેન્ટરો પર જ એમ્બ્યુલન્સ હોય તો દર્દીનો જીવ બચી શકે છે. તેમજ વરાછા હીરાબાગ હેલ્થ સેન્ટરની પણ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં દર્દીઓને કોઈ હાલાકી જોવા મળી ન હતી. અહિ, 2 દર્દી સેન્ટર ખુલવાની રાહ જોઈ રહ્યા હતા.

8ઃ45 વાગ્યે હેલ્થ સેન્ટરના અન્ય કર્મચારી પહોંચ્યા હતા અને કેસ બારી શરૂ કરી દીધી હતી. 9ઃ03 મિનિટે મેડિકલ ઓફિસર હેલ્થ સેન્ટરમાં પહોંચી ગયા હતા અને દર્દીઓને તપાસવાનું શરૂ કરી દીધું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.