સુરત પોલીસ એક્શન મોડમાં / ‘ક્રાઇમ કેપિટલ’ નું ટાઇટલ હટાવવા સુરત પોલીસે કમર કસી, જુઓ લોન્ચ કર્યો એવો પ્રોજેક્ટ કે જાણીને તમે સલામ કરશો

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં દિવસે ને દિવસે હત્યાના અને ક્રાઇમના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત જિલ્લા પોલીસ નવો પ્રોજેક્ટ લાવી રહી છે ત્યારે ગામે ગામે લોકો જાગૃત થશે અને આ પ્રોજેક્ટ થી ‘ક્રાઇમ કેપિટલ’ નું ટાઇટલ દૂર કરવાનો પ્રયન્ત કરશે. 

સુરત જિલ્લામાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં હવેથી એ.એસ.આઈ થી લઈ નીચેના પોલીસ કર્મી એક એક ગામ દત્તક લેશે અને 15 દિવસે આ ગામના દરેક ઘરની મુલાકાત લેશે તથા રાત્રિ રોકાણ પણ કરશે. જિલ્લા પોલીસ દ્વારા આ અનોખી પહેલને સુરત પોલીસ ગામદૂત તરીકે ઓળખાશે. ગામમાં અંધશ્રદ્ધા દૂર કરવા, વિદેશથી તથા અન્ય રાજ્યમાંથી આવનાર લોકો પર પણ બાજ નજર રાખશે.

આ પ્રોજેક્ટ વિશે જિલ્લા એસપી ઉષા રાડા જણાવે છે કે, સુરત જિલ્લામાં ગ્રીષ્મા હત્યા કેસ અને નાની બાળકી પર રેપ વિથ મર્ડર કેસ બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં આ ભયનો માહોલ ઓછો કરવા તથા ક્રાઇમ રેટમાં સતત ઘટાડો નોંધાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે અને આ પહેલનું નામ ગામદૂત આપવામાં આવ્યું છે.

કોઈ પણ શહેર કે રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે સ્થાનિક લોકો અને પોલીસ બંનેમાં સુમેળ અને મિત્રતા હોવી જરૂરી છે. જો આ બંને વસ્તુ હશે તો જ ક્રાઈમ રેટ પર લગામ ખેંચી શકાશે અને લોકોમાં ખાખી પ્રત્યે પ્રેમ લાવી શકાશે. આ પહેલ અંતર્ગત જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ થી માંડી તેમના નીચેના પોલીસ કર્મીએ પોતે એક એક ગામ દત્તક લેવાનું રહેશે.

ગામને દત્તક લીધા બાદ દર 15 દિવસે આ ગામની મુલાકાત માટે જશે. જ્યાં ગામના સરપંચ સાથે મળી દરેક ઘરના સભ્યો સાથે મુલાકાત કરશે. તેમના આધારકાર્ડની તપાસ કરશે અને તેમની સાથે મિત્રતા કેળવશે. ગામમાં કોઈ પણ હિલચાલ જણાય તો તાત્કાલિક તેમનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે તેવું આયોજન કરાયું છે.

સાથોસાથ ગ્રામ પંચાયત અથવા તો ગામના કોઈ પણ એક ઘરમાં પોલીસકર્મી રાત્રી રોકાણ કરે તેવું પણ આયોજન કરાયું છે. હવે કોઇપણ ગામમાં પોલીસકર્મી જશે તો તેઓને ખાખીવર્દીવાળા અધિકારી નહિ, પરંતુ લોકો ગામદૂત તરીકે બોલાવશે. પોલીસ ગામના દૂત બનીને દરેક ગામમાં જશે અને ગામના લોકોની પીડાઓ સમજશે. ખાસ કરીને બહેનો અને દીકરીઓની જે ફરિયાદો પોલીસકર્મી તરીકે તો ખરી, પરંતુ ગામના દુત બની સાંભળશે.

ક્રાઇમ કન્ટ્રોલની સાથે સાથે જ પોલીસ જો આ એક્ટિવિટી કરે તો ક્રાઈમ બનતા રોકી શકાશે અને પ્રિવેન્શન કાર્ય આ કાર્યક્રમ હેઠળ જોડાશે. દરેક પોલીસકર્મી જે તે શાળાઓ અને આરોગ્ય વિભાગ સાથે સંપર્ક અને ગામના તમામ આધારભૂત તલાટી, સરપંચ જેવા વ્યક્તિઓ સાથે કનેક્ટ થશે.

દરેક પોલીસકર્મી ગામના એન.આર.આઇ સાથે પણ સંપર્કમાં રહેશે. વિદેશથી નવા કોણ આવ્યા છે તે અંગેની માહિતી મેળવશે. સાથે શેરડીના પાક સુરત જિલ્લામાં આવતા શ્રમિકોમાં કેટલા શ્રમિકો આવ્યા, કેટલા પરત ગયા છે અને કેટલા હાલ પણ ક્યાં છે તે સમગ્ર માહિતી પોલીસ મેળવશે. અનેકવાર શ્રમિકો જ્યાં પડાવ કરે છે ત્યાં પણ ક્રિમિનલ્સ આવીને રહેતા હોય છે. એ માટે પણ આ ઉપયોગી બની રહેશે.

દર ચાર મહિનામાં ગામમાં ક્રાઇમ રેટ કેટલો ઓછો થયો છે તેની સમીક્ષા કરવામાં આવશે અને જે ગામદુત ક્રાઇમને અંકુશમાં રાખી શકશે તેમને પ્રોત્સાહન રૂપે ઇનામ સહિત સર્ટિફિકેટ આપવામાં આવે તેવું આયોજન ઓન કરાયું છે. સૌથી મહત્વનું ગામમાં અંધશ્રદ્ધા પણ જોવા મળે છે . ત્યારે એ ગામ માટે એનજીઓ સાથે મળીને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે પ્રયાસ પણ કરશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.