ભાઈ…ભાઈ…આ અસલી ઠાઠ તો સુરતીઓનો જ છે, જુઓ ભઈલુ માટે બનાવડાવેછે એટલા લાખની ‘ટુ ઈન વન’ રાખડી કે જાણીને તમારી આંખો પોહળી થઈ જશે

ટોપ ન્યૂઝ સુરત

ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેરમાં હવે તહેવારોમાં પણ ચકળાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં રક્ષાબંધનનો પર્વ પણ ડાયમંડ અને ગોલ્ડ રાખડીઓથી ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હાલમાં જે રીતે ગોલ્ડના ભાવ ઘટ્યા છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે સુરતના જ્વેલર્સ દ્વારા ગોલ્ડ તથા ડાયમંડની રાખડીઓ બનાવવામાં આવી છે આ રાખડીઓની કિંમત ₹4,00,000 થી 10 લાખ સુધીની છે.

હાલ બજારમાં આ બંને રાખડીઓની સારી ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. આ રાખડી મલ્ટી પર્પઝ છે. કારણે તેને પેન્ડન્ટ અને લુઝ તરીકે પણ ભાઈ બાદમાં પહેરી શકે છે. ભાઈ અને બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈની કલાઈ ઉપર અવનવી રાખડીઓ બાંધતી હોય છે.

ત્યારે આ વર્ષે ગોલ્ડના ભાવ ઓછા થતા સુરતના એક જ્વેલર્સ દ્વારા ગોલ્ડ અને ડાયમંડમાંથી રાખડીઓ બનાવવામાં આવી છે. જેની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. જ્વેલરી શોપના માલિક દિપક ચોક્સી કહે છે કે, આ રાખડીઓની ખાસિયત એ છે કે રક્ષાબંધનના પર્વ બાદ તેને રક્ષાબંધન બાદ પેન્ડન્ટ અને હાથના લુઝ તરીકે પણ ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત આ રાખડીની ડિઝાઇન ખૂબ જ સુંદર અને આકર્ષણ રીતે બનાવવામાં આવી છે. હાલ રૂપિયા 4,00,000 થી લઈ 10 લાખ સુધીની રાખડીઓ ડિસ્પ્લે માં મુકવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, જે રીતે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ ઊંચું આવ્યું છે ત્યારે આ વખતે લેબગ્રોન ડાયમંડથી પણ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.

જેમાં ઓરિજિનલ ડાયમંડ જેવો જ લુક જોવા મળી રહ્યો છે. મુંબઈથી સ્પેશિયલ યુવતીઓ પોતાના ભાઈ માટે ગોલ્ડ અને ડાયમંડની રાખડીઓ પસંદ કરવા સુરત આવી પહોંચી છે. અહીં તેમને અવનવી અને સુંદર રાખડીઓ પણ જોવા મળી હતી.

ગોલ્ડનો ભાવ ઓછો થતા હાલ ઇન્વેસ્ટમેન્ટના ભાગ રૂપે બહેનો ગોલ્ડ અને ડાયમંડની રાખડીઓ વધુ પસંદ કરી રહી છે. આ રાખડીની ખરીદીથી તેમને જીવનભર બહેનની યાદ પણ આવતી રહેશે. હાલ તો માર્કેટમાં આ બંને રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.