ડાયમંડ કિંગ સુરતીઓ / જુઓ સુરતીઓએ ચમકાવ્યો બિઝનેસ, કોરોનામાં પણ હીરાના એક્સપોર્ટમાં આટલા ટાકાનો ગ્રોથ કર્યો, રત્નકલાકારોને થશે ફાયદો

ટોપ ન્યૂઝ સુરત

સુરત (Surat) માં ડાયમંડ ઈન્ડસ્ટ્રીની કાયાપલટ થઈ છે. કોરોનાની અસર બાદ પણ ડાયમંડ ઉદ્યોગ (diamond industry) હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. એપ્રિલથી ડિસેમ્બર, 2020ની સરખામણીમાં વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટ (export) માં 69.35 ટકાનો વધારો નોંધાયો છે. એક્પોર્ટની દ્રષ્ટિએ જોઈએ તો, એપ્રિલથી ડિસેમ્બર, 2020માં 78 હજાર કરોડ રૂપિયાના, જ્યારે કે વર્ષ 2021માં 1.33 લાખ કરોડ રૂપિયાના કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ થઈ હતી.

ઈન્ટરનેશનલ માર્કેટમાં નેચરલ હીરાની ડિમાન્ડમાં તો વધારો થઈ જ રહ્યો છે. પરંતુ બીજી તરફ લેબગ્રોન ડાયમંડની માંગમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. એપ્રિલથી ડિસેમ્બર, 2020માં 3111 કરોડ રૂપિયાના કટ એન્ડ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસ થઈ હતી. જ્યારે એપ્રિલથી ડિસેમ્બર 2021માં 6865.39 કરોડ રૂપિયાના કટ એન્ડ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસ થઈ હતી. એટલે કે વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 119.92 ટકાનો વધારો થયો છે.

એપ્રિલથી ડિસેમ્બર 2020ની સરખામણીમાં વર્ષ 2021માં પ્લેઈન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 118.91 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમાં એપ્રિલથી ડિસેમ્બર 2020માં 9594.65 કરોડ, જ્યારે વર્ષ 2021માં 21048.88 કરોડ રૂપિયાની પ્લેન ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ થયું હતુ.

બીજી તરફ, મુંબઈથી કટ & પોલિશ્ડ ડાયમંડનું સંપૂર્ણ વેચાણ બંધ કરી સુરતથી વેચાણ કરનાર મેમ્બર્સ પાસેથી 6 મહિના સુધી મેઈન્ટેનન્સ નહીં લેવાનો નિર્ણય સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. એ સાથે જ જે સભ્યો 31 ડિસેમ્બર 2022 સુધીમાં આવું કરશે, તેઓને સન્માનવા માટે ડાયમંડ બુર્સના રિસેપ્શન પર આજીવન માટે તેમનાં નામની યાદી મૂકવામાં આવશે.

ડાયંમડ ટ્રેડિંગનો વેપાર મુંબઈની જગ્યાએ સુરતમાં થાય તે માટે સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેના માટે સુરત ડાયમંડ બુર્સ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને સભાસદોને જાણ કરવામાં આવી છે કે, ફેઝ-1માં એટલે કે, 31 ડિસેમ્બર 2022 સુધીમાં મુંબઈથી પોલિશ્ડ ડાયમંડનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરીને સુરત ડાયમંડ બુર્સમાંથી જ પોલિશ્ડ ડાયમંડનું વેચાણ કરનારા મેમ્બર્સનું નામ સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડિંગ પ્રવૃત્તિ શરૂ કરનાર અગ્રણી સભાસદોની યાદીમાં લખાશે. તેમજ યાદીનું બોર્ડ સુરત ડાયમંડ બુર્સના મુખ્ય રિસેપ્શન એરિયામાં આજીવન માટે મુકવામાં આવશે. આવા મેમ્બર્સ પાસેથી શરૂઆતના 6 મહિના સુધી કોઈપણ મેઈન્ટેનન્સ ચાર્જ પણ લેવામાં આવશે નહિ આવે તેવુ GJEPC ના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.